ગુજરાત

gujarat

ETV Bharat / state

જૂઓ મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ - PM MODI TO VISIT MORBI CIVIL HOSPITAL

મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી જતાં 130થી વધુ લોકોના મોત (Morbi Bridge Collapse) થયા છે. આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. મૃતકોમાં 30 બાળકોનો પણ સમાવેશ થાય છે. ETV Bharat આ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. તો આવો જાણીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ.

જૂઓ મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ
જૂઓ મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ

By

Published : Nov 1, 2022, 10:46 AM IST

અમદાવાદ મોરબીમાં ઝૂલતો બ્રિજ (Morbi Bridge Collapse) તૂટી જવાથી 130થી વધુ લોકોની જિંદગી હોમાઈ ગઈ છે. ત્યારે મોરબી સહિત સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આવો જાણીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નામ. આ દુર્ઘટનાના કારણે મોરબી બંધનું એલાન (Morbi Bandh) કરવામાં આવ્યું હતું. શહેરની તમામ દુકાનો પણ બંધ જોવા મળી રહી હતી.

મૃતકોના નામ
મૃતકોના નામ

પદાધિકારીઓનું મૌનમોરબીમાં ઝુલતા પુલની (bridge collapse Accident Morbi ) તમામ પ્રકારની જવાબદારી ઓરેવા કંપનીને સોંપવામાં આવી હતી. આ માટેના જરૂરી કરાર પણ સરકારી ચોપડે નોંધાયેલા છે, પરંતુ જ્યારથી આ ઘટના સામે આવી છે એ સમયથી આજ સુધી કંપનીના કહેવાતા પદાધિકારીઓ (morbi bridge collapse) મૌન બનીને બેઠા છે. કંપનીના મુખ્યાલયે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કંપની પરિસરમાં બધુ (Morbi Bandh) ચાલું હતું. જાણે કોઈની મોતનો પથ્થર જેવા માણસોને કંઈ અફસોસ જ ન હોય.

મૃતકોના નામ

હોસ્પિટલમાં રંગકામથી વિપક્ષના પ્રહારવડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે મોરબીની મુલાકાતે આવવાના (PM MODI TO VISIT MORBI CIVIL HOSPITAL) છે. ત્યારે તેમના આગમન પહેલાં સિવિલ હોસ્પિટલમાં રંગકામ અને સમારકામ ચાલતું હોવાથી તેમની પણ વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details