ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Bridge Collapse: ઓરેવાના માલિકની મુશ્કેલી વધી, આગોતરા જામીનની વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ

મોરબીમાં થયેલી પુલ હોનારતની ઘટનામાં કોર્ટે કંપનીના માલિક સામે આકરૂ વલણ અપનાવ્યું છે. જેના કારણે માલિકોની મુશ્કેલીમાં એકાએક વધારો થઈ રહ્યો છે. જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેની આજે મોરબી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.

Morbi Bridge Collapse: ઓરેવાના માલિકની મુશ્કેલી વધી, વિદેશ ન ભાગે એ માટે લુકઆઉટ સરક્યુલર
Morbi Bridge Collapse: ઓરેવાના માલિકની મુશ્કેલી વધી, વિદેશ ન ભાગે એ માટે લુકઆઉટ સરક્યુલર

By

Published : Jan 23, 2023, 10:40 AM IST

Updated : Jan 23, 2023, 3:39 PM IST

અમદાવાદઃસૌરાષ્ટ્રના મોરબી શહેરમાં ઝુલતો પુલ પડી જવાની ઘટનામાં 135 લોકોના મૃત્યું નીપજ્યા હતા. આ બ્રીજના સંચાલન માટે જે કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી. એની સામે કાયદાકીય પગલાં લેવાઈ રહ્યા છે. ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ આગોતરા જામીનની અરજી કરી હતી. જે મુદ્દે આજે સુનાવણી થઈ હતી.

વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીએ:ઝૂલતો પુલ દુર્ઘટના બાદથી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ક્યાય જાહેરમાં દેખાયા નથી અને દુર્ઘટના અંગે તેઓએ દુખ પણ વ્યક્ત કર્યું નથી તો હવે ધરપકડની લટકતી તલવારને પગલે જયસુખ પટેલ દ્વારા આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જેની આજે મોરબી સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે તપાસ ચલાવતા પોલીસ અધિકારીએ મુદત માંગતા કોર્ટે પોલીસ અધિકારીની માંગણીને ધ્યાને લીધી હતી અને 1 ફેબ્રુઆરી સુધીની મુદત આપવામાં આવી છે અને હવે વધુ સુનાવણી 1 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે. ત્યારે આગોતરા જામીન અરજી મંજુર કરાય છે કે પછી તે પૂર્વે જ તેમની ધરપકડ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું.

ઓરેવાના માલિકની મુશ્કેલી વધી

મૃતકોના પરિવારના સગાને પક્ષકાર તરીકે જોડવા અરજી:મૃતકોના પરિવાર વતી એડવોકેટ દિલીપભાઈ અગેચણીયાએ જામીન અરજીની સુનાવણી સમયે પોતાને સાંભળવા માટે અરજી કરી છે મૃતકોના સગાઓએ અરજદારની આગોતરા અરજી સમયે મૃતકોના પરિવારના સગાને પક્ષકાર તરીકે જોડવા પરવાનગી આપવા અરિજ કરી છે જામીન અરજી સામે વાંધા જવાબ લેખિતમાં રજુ કરવા માંગતા હોય જેથી પક્ષકાર તરીકે જોડાવવા પરવાનગી આપવા અરજી કરી છે.

આ પણ વાંચોઃMorbi Crime News : મોરબીમાં ક્રિકેટ સટ્ટા નેટવર્ક ચલાવતાં 8 આરોપી ઝડપાયાં

ચાર્જશીટ તૈયારઃઆ કેસમાં આરોપી તરીકે ચાર્જશીટમાં એનું નામ નોંધી લેવામાં આવ્યું છે. એક અઠવાડિયામાં ચાર્જશીટ ફાઈલ થઈ જશે. આરોપી કોઈ રીતે વિદેશ ભાગી ન જાય એ માટે સરક્યુલર લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી દેવામાં આવી છે. મોરબી શહેરમાં આવેલી વિક્ટોરિયા યુગના ઝુલતા પુલનું સંચાલન તથા જાણવણી માટે ઓરેવા કંપનીને જવાબદારી સોંપવામાં આવી હતી. તારીખ 30 ઓક્ટોબર 2022ના રોજ આ પુલ તૂટી જતા 135 જેટલા લોકોના મૃત્યું નીપજ્યા હતા. પૂલ તૂટી ગયાના બે મહિના સુધી મૌન રહ્યા બાદ પોલીસે ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ સામે ધરપકડ વોરંટ જાહેર કરી દીધું છે.

શું કહે છે પોલીસઃઆ કેસમાં પોલીસે જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી જયસુખ પટેલ ધરપકડને ટાળી રહ્યો છે. પૂછપરછ માટે મોકલેલા સમન્સને તે ટાળી રહ્યો છે. આરોપી તરીકે એનું નામ ચાર્જશીટમાં છે. આગામી અઠવાડિયે ચાર્જશીટ સંપૂર્ણપણે ફાઈલ થઈ જશે. છેલ્લા બે મહિનામાં પોલીસ એના નિવાસસ્થાન, ફેક્ટરી અને બીજા કેટલાક સ્થળે તપાસ કરી ચૂકી છે. પૂછપરછ માટે એને બોલાવવામાં આવ્યો છતાં તે હાજર થયો ન હતો.

આ પણ વાંચોઃMorbi : વ્યાજખોરીના ભડકાને બાળવા પોલીસની જનસંપર્ક સભા, 18 નાગરિકોએ કરી રજૂઆત

ધરપકડનું વોરંટઃCRPCની કલમ 70 અંતર્ગત ધરપકડનું વોરંટ એની સામે જાહેર કરવામાં આવ્યું છે. એની કાયદેસર ધરપકડ કરવામાં આવશે. દસ દિવસ પહેલા જ લુકઆઉટ સરક્યુલર જાહેર કરાયો છે. જેથી તે વિદેશ ભાગે નહીં. જયસુખ પટેલનું અરેસ્ટ વોરંટ તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં ન આવે એવા વિસ્તારમાંથી પણ એને પકડી લેવા માટે વોરંટ જાહેર કરાયું છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ઓરેવા કંપનીના બે મેનેજર સહિત કુલ નવ વ્યક્તિઓની ધરપકડ કરી લીધી છે. જોકે, આગામી દિવસોમાં આ માલિકની મુશ્કેલી નોંધપાત્ર રીતે વધશે એવા એંધાણ દેખાઈ રહ્યા છે.

જામીન અંગે સુનાવણીઃઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલે ધરપકડ સામે પોતાના વકીલ મારફતે આગોતરા જામીન માટે કરેલી અરજીની સુનાવણી કરવામાં આવી હતી. જે મામલે પોલીસે મુદત્ત માગી હતી. જેને ધ્યાને રાખીને કોર્ટે તારીખ 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી મકરર કરી હતી.

Last Updated : Jan 23, 2023, 3:39 PM IST

ABOUT THE AUTHOR

...view details