અપડેટઃ
- 100 લોકોની ક્ષમતા ધરાતવાત પૂલ પર 500 લોકોને ટિકિટ આપી દેવમાં આવી હતી
- 12 વર્ષથી ઉપરના 20 બાળકોનો ભોગ લેવાયો
- લીલ અને ગાંડી વેલને કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં મોટો વિલંબ
- હેલ્પ લાઈન નંબર-02822-243300
મોરબી: સૈન્યની ટુકડીનું સર્ચ ઑપરેશન, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ
મોરબીઃમોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મોટી અપડેટ સામે આવી રહી છે. મોરબીમાં જામનગરથી ખાસ સૈન્ય ટુકડીને બોલાવવામાં આવી છે. આર્મીના જવાનો મોરબી પહોચ્યા છે. બોટને નદીમાં ઊતારીને સર્ચ ઑપરેશન શરૂ કરાયું છે. આ સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.
મોરબી: સૈન્યની ટુકડીનું સર્ચ ઑપરેશન, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ મોરબી પહોંચ્યા ધાનાણીંઃ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને ઘટનાની જાણ થતા જ મોરબી પહોંચી ગયા હતા. મોરબીમાં જ્યાં પુલ તૂટવાની ઘટના બની છે એ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. એટલું જ નહીં સ્વજનોને પણ સાંત્વના આપી હતી. સ્થાનિકો અને ટીમ સાથે રહીને તેમણે પણ બચાવ કામગીરી કરી હતી.
મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની (morbi bridge collapse) દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા છે. મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડ્યો હોવાથી મોરબીમાં માતમનો માહોલ છે. વહેલી સવાર સુધીમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્દાયારે જે 177 લોકોને (bridge collapse Accident Morbi) બચાવી લેવાયા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડનું સર્ચ ઓપરેશન આખી રાત સુધી ચાલું રહ્યું છે. સત્તાવાર 47 મૃતકોની અગાઉ યાદી બહાર પાડવામાં આવી હતી.
132નાં મોતઃ જો કે વહેલી સવાર સુધીમાં મળેલી અપડેટ પ્રમાણે 132 લોકોનાં મોત થયા છે. અંદાજે 177 લોકોને બચાવી લેવાયા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બની તે રાત્રે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી મોરબી દોડી આવ્યા હતા. તેમણે ઘટના સ્થળે જઈને જાત તપાસ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર હોસ્પિટલમાં જઈને પુછ્યા હતા.
કાયદેસરની કાર્યવાહી કરાશેઃગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના માટે જવાબદાર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમાં એજન્સી સહિતના વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 47 મૃતકોની સત્તાવાર યાદી આપવામાં આવી હતી. જે મૃત્યુ આંક વધી જવા પામ્યો છે. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર 68 લોકોના મૃત્યુ થયા છે. હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે.
ગાંડીવેલે મુશ્કેલી સર્જીઃમચ્છુ નદીમાં મોટા પ્રમાણમાં લીલી અને ગાંડી વેલના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી ઊભી કરી છે. જ્યારે આ હોનારત થઈ ત્યારે પુલ પર મોટી સંખ્યમાં લોકો જોવા માટે એકઠા થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં બચાવ કાર્ય માટે ટીમને મોરબી બોલાવવામાં આવી છે. જ્યારે જામગનરથી ખાસ ગરુડ કમાન્ડોને દોડાવવામાં આવ્યા હતા. આખી રાત મોરબીમાં સ્માશાન જેવી શાંતિ હતી જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનના અવાજ પડઘાતા હતા. પોતાના સ્વજનોના ખબર અંતર માટે લોકોએ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલમાં દોટ મૂકી હતી.
હેલ્પલાઈન નંબરઃઘટનાની ગંભીરતાની નોંધ લઈને ખાસ એક હેલ્પલાઈન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ માટે યુદ્ધના ધોરણે એક કંટ્રોલરૂ ઊભો કરી દેવામાં આવ્યો છે. મોરબી સિવાય પણ અન્ય સેન્ટર જેવા કે, રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતની એમ્બ્યુલન્સને બચાવકાર્યમાં જોડી દેવામાં આવી છે.
6 લાખની સહાયઃવડાપ્રધાન કાર્યાલય તરફથી એવી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, નેશનલ રીલિફ ફંડમાંથી એક્સ ગ્રેશિયા રૂપિયા 2 લાખની આર્થિક સહાયની ચૂકવણી થશે. જ્યારે ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.