મોરબીઃમોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે આ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. આ પહેલા નવ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ થયેલી હતી. હવે મુખ્ય આરોપી તરીકે જયસુખ પટેલ સામે આ કાયદાકીય પગલું લેવાયું છે. જયસુખ પટેલ પોતાની ધરપકડથી બચી રહ્યો હતો. પણ પોલીસે આકરા પગલાં લઈને એની ધરપકડ કરી હતી. ધરપકડ થયા બાદ પુરવણી ચાર્જશીટ રજૂ કરી દેવામાં આવી છે.
Morbi Bridge Collapse: જયસુખ પટેલની સામે ચાર્જશીટ, સુરક્ષા તપાસ વગર જ બ્રીજ ખોલી દીધો - Morbi police
મોરબી ઝૂલતા પુલ કેસમાં આખરે ચાર્જશીટ ફાઈલ થઈ ચૂકી છે. 1000 પાનાની ચાર્જશીટ છે અને 370 જેટલા સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા છે. ઓરેવા ગ્રૂપના માલિક જયસુખ પટેલ સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી છે. સંપૂર્ણ સલામતી સાથે ઉપયોગ કરી શકાયે એ રીતે પુલ ખુલ્લો મૂકવાની શરતનો પણ ભંગ કરવામાં આવ્યો છે. અગાઉ નવ આરોપીઓના નામ ચોપડે નોંધાયેલા છે. હવે દસમા આરોપી તરીકે પણ નામ ફાઈનલ થઈ ચૂક્યું છે.
કરાર થયોઃતારીખ 8 માર્ચ 2022ના રોજ આ અંગે એક કરાર કરાયેલો હતો. જેમાં કુલ મળીને 9 શરતોનું ગ્રૂપ સંચાલકોએ પાલન કરવાનું હતું. જે ખરેખર થયું જ નહીં. ચાર નંબરની શરત અનુસાર પુલને યોગ્ય મજબુતાઈ મળે એવી રીતે રીનોવેશન કરીને સુરક્ષાના પગલાંને પ્રાથમિકતા આપીને પ્રજા એનો ઉપયોગ કરી શકે એવી રીતે ખુલ્લો મૂકવાની વાત હતી. પર કંપનીએ આ શરતનો ભંગ કર્યો હતો. છ મહિનામાં કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારી કે મદદ લેવાઈ જ ન હતી. જેનું પરિણામ ગંભીર આવ્યું હતું.
આ પણ વાંચોઃ Rape in Kushinagar: કુશીનગરમાં 4 વર્ષની બાળકી પર પાડોશીએ દુષ્કર્મ ગુજાર્યું
પુલ ખુલ્લો કર્યોઃ કોઈ પ્રકારે ટેકનિકલ સર્વે કે નિરિક્ષણ વગર પુલને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો. આ વાતોનો સ્પષ્ટ ઉલ્લેખ ચાર્જશીટમાં કરી દેવામાં આવ્યો છે. આ ચાર્જશીટને આધારે કોર્ટમાં કેસ ચાલશે. જેલમાં રહેલા જયસુખ પટેલ હાઈકોર્ટના આદેશ અનુસાર મૃતકના પરિવારને વળતર આપવા માટેની તૈયારી દર્શાવી હતી. જોકે, આ માટે જયસુખ પટેલ વચગાળાના જામીન માંગ્યા હતા. કોર્ટે જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી કારણ કે, અન્ય ડાયરેક્ટર હોવાથી આમ કરાયું. હવે આ ચાર્જશીટ ફાઈલ થયા બાદ કોર્ટ શું ચૂકાદો આપે એના પર સૌની નજર રહેલી છે. આ પહેલા જયસુખ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો હતો. આ કેસમાં હજુ કોઈ મોટી અપડેટ આવી શકે એમ છે. હકીકત એ છે કે, જયસુખ પટેલની કાયદાકીય મુશ્કેલીઓ વધી ચૂકી છે.