મોરબીઃમોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસના આરોપી જયસુખ પટેલના બુધવારે રિમાન્ડ મંજૂર કરાયા હતા. જોકે, અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર આજે કોર્ટમાં દલીલો થઈ હતી. તો કોર્ટે હવે આ અરજીમાં 4 ફેબ્રુઆરીની મુદત આપી છે. એટલે આ તારીખે કોર્ટ પોતાનો હુકમ સંભળાવી શકે છે.
આ પણ વાંચોMorbi Bridge Collapse: આરોપી જયસુખ પટેલ જેલના હવાલે
કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીઃમોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા આરોપી મેનેજર દિપક પારેખ, દિનેશ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ, મનસુખ વાલજીભાઈ ટોપિયા અને માદેવ લાખાભાઈ સોલંકી એમ 7 આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી, જેમાં કોર્ટમાં બંને મેનેજર વસ્તુના ખરીદવેચાણ કરવાનું અને બીલ ચૂકવણી કરવાનું હતું. તેમ જ બીજા મેનેજરને કોન્ટ્રાકટ પર ધ્યાન રાખવાનું હતું. તો પુલ ચાલુ કરવો તે અંગે નિર્ણય લેવાની તેમની પાસે સત્તા નહતી. જ્યારે સિક્યોરિટી ગાર્ડ લોડિંગ અને અનલોડિંગ કર્મચારી હતા, જેને સિક્યુરીટી તરીકે મુકવામાં આવ્યા હતા. જે સિક્યુરીટી ગાર્ડે કેટલા લોકોને જવા દેવા તેવી સૂચના આપી નહતી સહિતની દલીલો કરવામાં આવી હતી.