ગુજરાત

gujarat

ETV Bharat / state

તાજાવાલ ટુર્નામેન્ટ માટે મોરબીની બેસ્ટ ટીમ તૈયાર

તાજાવાલ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી નિષ્ણાતોની ટીમ મોરબી એક્સેલ એકેડમી ખાતે યોજવામાં આવી હતી અને બોલર, બેટ્સમેન સહિતની બેસ્ટ ટીમ સિલેક્ટ કરવામાં આવી હતી. ટુર્નામેન્ટ માટે વધુ જોશથી મહેનત કરવા માટે કોચ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તાજાવાલ ટુર્નામેન્ટ માટે મોરબીની બેસ્ટ ટીમ તૈયાર
તાજાવાલ ટુર્નામેન્ટ માટે મોરબીની બેસ્ટ ટીમ તૈયાર

By

Published : Jul 10, 2021, 2:39 PM IST

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બે નિષ્ણાત કોચ દ્વારા ટીમ સિલેક્ટ કરવામાં આવી
  • મેચમાં રમી શકે તેવું ટેલેન્ટ દેખાય તેના પરથી સિલેક્શન થાય છે
  • બેસ્ટ ટીમ સિલેક્ટ કરવામાં આવી હતી


મોરબીઃ ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશન મોરબી દ્વારા ઓપન એઈઝ ગ્રુપ કેટેગરી ટીમનું સિલેક્શન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી, ન્યુ એરા સ્કૂલ પાસે, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે યોજવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ વલસાડના હિંગળાજ ગામમાં સ્મશાનના લાભાર્થે મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું પ્રથમવાર આયોજન

સિલેકશન માટે 3 કલાકથી વધુનો સમય જોઈતો હોય છે

આ ટીમના સિલેક્શન માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી હિતેશ ગોસ્વામી અને રાકેશ ધ્રુવ આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, સિલેક્શન માટે 3 કલાકથી વધુનો સમય જોઈતો હોય છે, ત્યારે મહત્વનું એ છે કે બોલર, બેટ્સમેનનું બેઝીક બરાબર હોય અને તેઓને બેટિંગ-બોલિંગ કરાવી અન્ડર ઇસ્યુના સ્ટેજથી તેઓ આગળ જઈ શકશે. મેચમાં રમી શકે તેવું ટેલેન્ટ દેખાય તેના પરથી સિલેક્શન કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની T 20 ટુર્નામેન્ટ આગામી 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રમાશે

21 લોકોની ટીમ સિલેક્ટ કરવામાં આવી

આ સિલેક્શન દરમિયાન આવેલા નિષ્ણાતો દ્વારા 21 લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું હતું અને તમામ લોકોને પોતાનું બેસ્ટ પર્ફોમન્સ આપવા માટે વધુ મહેનતથી ટુનાર્મેન્ટની તૈયારી કરવા જણાવ્યું હતું. આ ટીમ સિલેક્ટ કરવા માટે નિષ્ણાતોને ઘણો સમય લાગ્યો હતો અને બેસ્ટ ટીમ સિલેક્ટ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details