મોરબી: મોરબીમાં ઉમા ટાઉનશીપ, વાંકાનેર અને મોરબીના વાવડી રોડ પરના ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થતાં તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી.
મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર, જિલ્લો બન્યો કોરોનામુક્ત
જિલ્લામાં કુલ ચાર કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. જેમાંથી અગાઉ ત્રણ દર્દીને સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને કોરોના પોઝીટીવ છેલ્લા દર્દીની તબિયત સ્વસ્થ હોવાથી તેને પણ હોસ્પિટલમાંથી રજા આપતા મોરબી જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે.
મોરબીવાસીઓ માટે રાહતના સમાચાર, જિલ્લો બન્યો કોરોનામુક્ત
આ ઉપરાંત અમદાવાદથી ટંકારાના જયનગર આવેલા ૩૮ વર્ષના યુવાનનો રીપોર્ટ પણ પોઝીટીવ આવતા તેને રાજકોટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને તેના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો હતો. જોકે સદનસીબે અગાઉના ત્રણ દર્દીની માફક તે પણ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે જ મોરબી જિલ્લો ફરીથી કોરોનામુક્ત બન્યો છે.