મોરબી: અખિલ ભારતીય આંગણવાડી વર્કર્સ અને હેલ્પર ફેડરેશન દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. આ આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, આંગણવાડી વર્કર અને હેલ્પરની લાંબા સમયથી વિવિધ માંગણીઓ અંગે લડત ચાલાવવામાં આવી રહી છે, પરંતુ સરકાર તેની વાત સાંભળતી નથી અને કોઈ માંગ સંતોષવા યોગ્ય પગલા લઇ રહી નથી.
મોરબીના વાંકાનેરમાં આંગણવાડી વર્કરોએ પ્રાંત અધિકારીઓને આપ્યું આવેદનપત્ર
મોરબીના વાંકાનેરમાં આંગણવાડી વર્કરો અને હેલ્પર લાંબા સમયથી પડતર માંગણીને કારણે સરકાર સામે લડત ચલાવી રહ્યાં છે. જે અંગે આંગણવાડી વર્કરો અને હેલ્પરોએ વાંકાનેર પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું. જેમાં માંગણી સંતોષવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.
મોરબી: વાંકાનેરમાં આંગણવાડી વર્કરોએ, પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર આપ્યુ
આગામી દિવસોમાં 23 જુલાઈએ મજૂર અને ખેડૂત સાથે સંયુક્ત રીતે લડત ચલાવવામાં આવશે અને 9 ઓગસ્ટે મજૂર, ખેડૂતોને સાથે રાખી વિરોધ નોંધાવશે અને સાથે સાથે તેમની વિવિધ માંગણીઓને સંતોષવા માટે માંગ કરવામાં આવી છે.