ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહિત 4ના મોત - gujarati news

મોરબીઃ જિલ્લાના ટંકારા પંથકમાં ચાર અપમૃત્યુના બનાવો સામે આવ્યા છે. જેમાં એક બાળકી સહિત ચારના મોત બાદ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી અને ટંકારામાં અપમૃત્યુના બનાવમાં બાળકી સહીત ચારના મોત

By

Published : Jul 16, 2019, 1:29 PM IST

મોરબીના જાંબુડિયા ગામના રહેવાસી હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશિયા નામનો યુવાને રવિવારે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જયારે અન્ય બનાવમાં મોરબીના નીચી માંડલ ગામ નજીકના કિયજા સિરામિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક પરિવારની સાડા ચાર વર્ષની દીકરી મુસ્તુકાન શ્રીનાથ ચમાર નામની બાળકીનું સિરામિકમાં પાણીના હોજમાં ડૂબી જતા તેનું મોત થયું હતું.

અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબીના જીવાપર ગામના રહેવાસી આશાબેન પુનાભાઈ કોળી(ઉ.વ.30) નામની પરિણીતા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેનું મોત થયું છે, પોલીસે બનાવની નોંધ કરી પરિણીતાએ ક્યાં કારણોસર દવા પીધી તે અંગે તપાસ ચલાવી રહી છે.

જ્યારે ચોથા બનાવમાં ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજૂરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી મહિલાએ ખેતરમાં દવા છાંટેલા પાત્રમાં ભુલથી પાણી પી જતા પરિણીતાને ઝેરી અસર થતા રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

ABOUT THE AUTHOR

...view details