મોરબીઃ રાજ્યની તમામ કોલેજ યુનિવર્સિટીના SC, ST અને OBC વિદ્યાર્થીઓને ન મળેલી શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી અને
ABVP મોરબી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.
મોરબી ABVPએ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને ટેબ્લેટના પ્રશ્ન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું - યુનિવર્સિટીની બેદરકારી
અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત છે અને ટેબ્લેટ પણ કોલેજ અને યુનિવર્સિટીની બેદરકારીને લીધે પહોંચ્યા નથી. જેથી વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
મોરબી ABVPએ કોલેજના વિદ્યાર્થીઓના શિષ્યવૃત્તિ અને ટેબ્લેટ પ્રશ્ને કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું
રાજ્યની તમામ કોલેજ યુનિવર્સિટીના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત છે અને ટેબ્લેટ પણ ઘણી કોલેજ અને યુનિવર્સિટીની બેદરકારીને લીધે પહોંચ્યા નથી. જેથી ગંભીરતાથી લઈને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી હતી.