મોરબીના વાઘપરામાં દુષિત પાણીથી લત્તાવાસીઓનો પાલિકા કચેરીએ મોરચો - Dirty Water
મોરબી: શહેર નગરપાલિકા તંત્ર નાગરિકોની પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે લોકોના ટોળા પાલિકા કચેરીએ હલ્લાબોલ કરતા હોય છે. જેમાં બુધવારે પણ વાઘપરા વિસ્તારનું ટોળું કચેરીએ પહોંચ્યું હતું અને ચીફ ઓફિસરને દુષિત પાણી અંગે રજૂઆત કરી હતી.

problem
મોરબીના વાઘપરા શેરી નં-14માં 20થી વધુ ઘરોમાં દુષિત પાણીથી લત્તાવાસીઓ ત્રાહિમામ પોકારી ગયા છે . આજે ચીફ ઓફિસર ચેમ્બરમાં પહોંચીને લોકોએ ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં લત્તાવાસીઓએ જણાવ્યું હતું કે, તેની શેરીના 20થી વધુ ઘરોમાં આજકાલથી નહિ પરંતુ છેલ્લા છ માસથી વધુ સમયથી દુષિત પાણી વિતરણ કરવામાં આવે છે. દુષિત પાણીથી લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. જો કે આ બાબતે, લત્તાવાસીઓની રજૂઆતને પગલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.