- મોરબી મચ્છુ માતાજીના મંદિરે સાધુ એક પગે ઉભા રહીને કરે છે તપસ્યા
- અન્નનો ત્યાગ કરીને કોરોનાની મુક્તિ માટે 16 દિવસ કરશે તપસ્યા
- પ્રભુ ભક્તિ કરી કઠોર તપસ્યા શરૂ કરી
મોરબી:મૂળ બનાસકાંઠાના થરાના વતની અને હળવદના માથક ગામે આવેલા રાણાબાપાના આશ્રમમાં આશ્રય મેળવતા મહંત રતનપુરી કેદારપુરીએ હાલ કોરોના મહામારીનો દેશ જ નહીં પુરા વિશ્વમાં અંત આવે તે માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરવા મોરબીના કોઠાવાળા મચ્છુ માતાજીના મંદિર ઘાટે અન્નનો ત્યાંગ કરી કઠોર સાધના શરૂ કરી છે.
મોરબી મચ્છુ માતાજીના મંદિરે સાધુ એક પગે ઉભા રહીને કરે છે તપસ્યા આ પણ વાંચો: યુપીમાં અક્કલમઠ્ઠો યુવક છેલ્લા ત્રણ દિવસથી બ્રિજ પર ચડી શા માટે તપસ્યા કરી રહ્યો છે !
લગાતાર 16 દિવસ સુધી કઠોર સાધના
આ મહંત ગઈ 27 એપ્રિલથી અન્નનો ત્યાગ કરી 24 કલાક સુધી ઉભા પગે રહીને આગામી 12 મે એટલે કે લગાતાર 16 દિવસ સુધી કઠોર સાધના કરીને ભગવાન સમક્ષ કોરોનાની મહામારીને જડમૂળથી ઉખાડી ફેંકવાની પ્રાર્થના કરી રહ્યા છે.
આ પણ વાંચો: જીવન આપતી માતાઓ, કોરોનાકાળમાં જીવન બચાવવા કાર્યરત
દવા સાથે દુવા પણ કરવાથી જલ્દી મુક્ત થશું
કઠોર તપસ્યા કરતા આ મહંત કહે છે કે, લોકોએ કોરોનાથી ડરવાની જરાય જરૂર નથી. તમામ પ્રકારની સાવચેતી રાખીને દવા કરવામાં જરાય કસર ન રાખો. દવા સાથે દુઆ પણ જરૂરી છે. ઈશ્વર કે અલ્લાહની સાચા મનથી દુઆ કરીએ તો આપણે હંમેશા સ્વસ્થ રહીશું. સાચા સંત હમેશા સમાજનું ભલું ઈચ્છે છે. આથી તેઓએ સમાજ આ રોગની પીડામાંથી મુક્ત થાય તે માટે ઈશ્વર સમક્ષ કઠોર સાધના કરી છે, એટલું જ નહીં 16 દિવસની આ કઠોર સાધના બાદ મોરબીથી ચાલીને હળવદના માથક ગામે આવેલા આશ્રમે પહોંચશે અને ત્યાંથી બનાસકાંઠાના થરા ગામે ચાલીને પહોંચ્યા બાદ જ અન્ન ગ્રહણ કરશે.