ગુજરાત

gujarat

ETV Bharat / state

Morbi Bridge Collapse: PM મોદીએ મોરબીમાં હોસ્પિટલ અને બ્રિજની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) આજે મંગળવારે મોરબી પહોંચ્યા હતા. ત્યારબાદ બ્રિજ અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી.

Mori Bridge Collapse: PM મોદી પીડિતોની કરશે મુલાકાત
Mori Bridge Collapse: PM મોદી પીડિતોની કરશે મુલાકાત

By

Published : Nov 1, 2022, 4:26 PM IST

Updated : Nov 1, 2022, 5:17 PM IST

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visits Morbi) મોરબી બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની હાલત જાણવા મોરબી પહોંચ્યા હતા. ત્યારબાદ બ્રિજ અને હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી.

અત્યાર સુધીમાં 135 લોકોના થયા મોત :ગુજરાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન ઘટનાના દિવસથી તમામ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા છે. હજુ બે લોકો લાપતા છે જેમની શોધ ચાલુ છે. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયા અને પીએમએનઆરએફ તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા, ઘાયલોને 50,000 રૂપિયાની એક્સ-ગ્રેશિયા આપી છે. 17 લોકો હોસ્પિટલમાં દાખલ છે.

141 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ :આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આ ઘટનાની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. ગાંધીનગરમાં રાજભવન ખાતે યોજાયેલી બેઠકમાં વડાપ્રધાનને આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટના બાદ ચાલી રહેલા બચાવ અને રાહત કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી. મચ્છુ નદી પરનો પુલ ધરાશાયી થવાને કારણે 135 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. 141 વર્ષ જૂનો સસ્પેન્શન બ્રિજ ખાનગી ઓપરેટર દ્વારા સમારકામ અને જાળવણી પછી ગયા અઠવાડિયે જ ફરીથી ખોલવામાં આવ્યા બાદ તૂટી પડ્યો હતો.

Last Updated : Nov 1, 2022, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details