ગુજરાત

gujarat

ETV Bharat / state

MLA બ્રિજેશ મેરજાએ તમાકુ પર પ્રતિબંધના મુદ્દે વિધાનસભામાં કરી રજૂઆત

મોરબીઃ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગુજરાત વિધાનસભામાં માર્ગ મકાનનાં પ્રશ્નો અન્વયે પૂરક ચર્ચામાં ભાગ લેતા નાયબ મુખ્યપ્રધાનને રસ્તા, રેલ્વે ઓવર બ્રિજ તથા સિગરેટ તમાકુ પરના પ્રતિબંધ અંગે રજૂઆત કરી હતી.

MRB

By

Published : Jul 5, 2019, 7:41 AM IST

મોરબીમાં નેશનલ હાઈવે માળીયામીયાણાથી લાખીયાસર હંજીયાસર રસ્તા અંગેનું ટેન્ડર મંજુર કરવા અંગેની બાબત પણ લાંબા સમયથી માર્ગ મકાન વિભાગમાં અનિર્ણિત છે. જે અંગે પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે. જેથી તાકીદે નિર્ણય લેવામાં આવે તેવી માંગણી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કરી છે.


આ ઉપરાંત મોરબી, ઘુટુ, ચઢાવ, ચરાડવા, હળવદ રસ્તા ને પુર્ણ કરવા તેમજ મચ્છુ 2 ડેમ સામે જોધપુર નજીકના નવા બંધાયેલા બ્રિજના બંને છેડાનું અધૂરું છોડી દેવાયેલુ કામ પૂર્ણ કરવા બાબતે વિધાનસભામાં ખાસ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. તથા મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલાં નવલખી રેલ્વે ઓવરબ્રિજ સાથે બાંધવા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

જેના પ્રત્યુત્તરમાં નવલખી ફાટકના રેલ્વે ઓવર બ્રિજ બાંધવામાં રૂપિયા 30 કરોડના ખર્ચે બ્રિજની ડિઝાઇન ડ્રોઈંગ રેલ્વે ઓથોરિટીની રાજકોટને મંજૂરી અર્થે રજૂ કર્યાની માહિતી મળી હતી. જે મંજૂરી મળીએ વિના વિલંબે કામ હાથ ધરાશે તેવુ જણાવવામાં આવ્યુ હતુ.

આ ઉપરાંત વિધાનસભામાં સિગરેટ તમાકુ પરના પ્રતિબંધ અંગેના વિધેયકની ચર્ચામા ભાગ લેતા ધારાસભ્ય બ્રિજેશ મિરજાએ સૂચનો કર્યા હતા. જેને ગૃહ રાજ્યમંત્રીએ આવકાર્યા હતા આથી મોરબી શહેરમાં યુવાધનમાં દારૂ, ડ્રગ અને અન્ય પ્રકારના વ્યસન દૂષણને ડામવા પોલીસ તંત્રને કડક સૂચના આપવા ધારાસભ્યએ તાકીદ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details