- માળિયા પેટા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી
- કોંગ્રેસના ઉમેદવાર દ્વારા સરકારી તંત્ર પર ગંભીર આક્ષેપ
- રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ દ્વારા મતદારોમાં ભય ફેલાવામાં આવી રહ્યો છે
મોરબીઃ મોરબી કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલે મુખ્ય ચૂંટણી નિરીક્ષક હરિઓમને લખેલા પત્રમાં જણાવ્યું કે, રાજ્ય સરકારના ઈશારે મોરબી જિલ્લા તેમજ રાજકોટ જિલ્લાના પોલીસ તંત્રની તમામ ફોજને પછાત તેમજ લઘુમતી મતદારો ધરાવતા વિસ્તારોમાં ઉતારી દેવામાં આવી છે. જયંતીલાલ પટેલે પોતાની રજૂઆતમાં વધુ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, પોલીસ ખાતું કોંગ્રેસ તરફી મતદાન થઇ શકે તેવા વિસ્તારોમાં ફરીને મતદાન નહીં કરવાનું જણાવી રહ્યા છે. એવું મારા ધ્યાનમાં આવ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જયંતીલાલ વધુ ઉમેર્યું કે, રાજ્ય સરકારના પ્રધાનોની સૂચનાને લઈને પોલીસ તંત્ર દ્વારા મતદારોમાં ભય ફેલાવવામાં આવી રહ્યો છે. પોલીસ તંત્રનો પ્રભાવ પડે એ માટે રાજકોટ રેન્જના આઈજી સહિત વિવિધ વિસ્તારોના પોલીસ અધિકારીઓને ચૂંટણી પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મોરબીમાં રોકાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.