ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સસ્તા અનાજની દુકાને અનાજ વિતરણ વ્યવસ્થામાં બેદરકારી, પરવાનો મોકૂફ

કોરોના મહામારી વચ્ચે આજથી એપીએલ કાર્ડધારકોને રાશન વિતરણ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં મોરબીના સસ્તા અનાજની દુકાનમાં વિતરણ વ્યવસ્થામાં બેદરકારી સામે આવતા, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તાકીદની કાર્યવાહી કરીને ૪૫ દિવસ માટે પરવાનો મોકૂફ કર્યો છે.

mismanagement at kirana shop
મોરબીમાં સસ્તા અનાજની દુકાને વિતરણ વ્યવસ્થામાં બેદરકારી, પરવાનો મોકૂફ

By

Published : Apr 13, 2020, 7:28 PM IST

મોરબી : બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં શ્રી વેસ્ટર્ન રેલ્વે કન્ઝ્યુમર સ્ટોર, મોરબી-૨૮ ખાતે આવેલા પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનનું સંચાલન કરતા હતા. જ્યાં વિતરણ વ્યવસ્થામાં બેદરકારી સામે આવી છે.

  • તપાસ દરમિયાન પરવાનેદાર દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રેશનકાર્ડના છેલ્લા અંક મુજબ તારીખ,વાર, વિતરણ વ્યવસ્થા ના ગોઠવતા એપીએલ ૧ કેટેગરીના તમામ રેશનકાર્ડધારકોને રાશન વિતરણ કરવામાં આવતું હતું.
  • તપાસ દરમિયાન તમામ રેશનકાર્ડધારકો જથ્થો લેવા આવવાથી વિતરણના સ્થળે અવ્યવસ્થા સર્જાતા સોશ્યિલ ડિસટન્સિંગ ન જળવાતા અને સરકારની સૂચનાનો ભંગ થતો હતો.
  • તપાસ દરમિયાન રેશનકાર્ડ ધારકોએ પદ્ધતિ મુજબ જાણ કરવામાં આવી ના હતી કે લાભાર્થીને આગોતરા ટોકન આપવાની કાર્યવાહી કરી ના હતી.
  • પરવાનેદાર દ્વારા અનાજનો જથ્થો લેવા આવેલ લાભાર્થીની ભીડ ના થાય તે માટે એક મીટરના અંતરે કુંડાળા કરવામાં આવ્યા ના હતા
  • લાભાર્થીના હાથની સફાઈ માટે સેનેટાઈઝર અને હેન્ડ વોશ કે સાબુની વ્યવસ્થા કરવામાં આવી ના હતી

આ કારણોસર જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી.પટેલે દુકાનદાર સામે કાર્યવાહી કરી છે. જેમાં ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ હુકમ ૨૦૦૪ હેઠળ અપાયેલ પરવાનો તાત્કાલિક અસરથી ૪૫ દિવસ માટે મોકૂફ કરવાનો હુકમ કર્યો છે. આ વ્યાજબી ભાવની દુકાનના પરવાના મોકૂફ સમયગાળા દરમિયાન ઝાલા સિદ્ધરાજસિંહ હનુભા મોરબી-૩૬ ને ચાર્જ આપવામાં આવે છે.

વ્યાજબી ભાવની દુકાનદારની બેદરકારી બદલ જિલ્લા પુરવઠા અધિકારીએ કાર્યવાહી કરી છે. જે મામલે સીટી મામલતદાર રૂપાપરાએ જણાવ્યું હતું કે, દુકાનદારની બેદરકારી બદલ કાર્યવાહી કરાઈ છે. તે ઉપરાંત પાલિકા કર્મચારી દર્પણ બુચને અહીની જવાબદારી સોપી હતી, જે ગેરહાજર રહ્યો હોવાથી પાલિકા કર્મચારીને ચીફ ઓફિસરે નોટીસ પાઠવી જવાબ રજૂ કરવા સુચના આપી છે.

ABOUT THE AUTHOR

...view details