મોરબીના ગ્રામ્ય પંથકમાં વર્ષ 2015માં સગીરા દુષ્કર્મ કેસમા ગુનો નોંધાયો હતો. ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જેથી કોર્ટે આરોપીને 10 વર્ષની સજા અને 17,500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
મોરબીમાં દુષ્કર્મના આરોપીને 10 વર્ષની સજા - morbi court
મોરબી: જિલ્લામાં સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં કોર્ટે નરાધમ આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે. વર્ષ 2015 માં સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો હતો.
મોરબી કોર્ટ
ઉલ્લેખનીય છે, આરોપીએ સગારી સાથે દુષ્કર્મ આચરીને વીડિયો બનાવ્યો હતો, જેના થકી તે અવાર-નવાર સગીરાને હેરાન કરતો હતો. જે મુદ્દે પોલીસે મુખ્ય આરોપી મહેશ પરમાર તેમજ અન્ય બે સગીરની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે મહેશ પરમારને કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા ફટકારી છે.
મોરબીમાં એમ.કે.ઉપાધ્યાયની કોર્ટમાં સરકારી વકીલ સંજય દવેએ રજૂ કરેલા 18 સાક્ષી અને 22 દસ્તાવેજી પૂરાવાને પગલે કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 10 વર્ષની સજા તેમજ 17,500 રૂપિયાની દંડ ફટકાર્યો છે.