હળવદના રાયસિંગપુર ગામના રહેવાસી આધેડ ધનજીભાઇપરમાર પર 3 શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હળવદમાં આધેડ પર હુમલો થતાં નોંધાઇ પોલીસ ફરિયાદ
મોરબીઃ જિલ્લામાં હળવદ નજીક રાયસંગપુર ગામના આધેડ પર 3 શખ્સો દ્વારા ધોકા, પાઇપ અને પાવડા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.
હુમલાનો ભોગ બનનાર આધેડના પુત્રના જણાવ્યા અનુસાર, મયુરનગર સીમમાં આવેલા પાણીના ખાડામાં મશીન મૂકી તેઓ ખેતીના વપરાશ માટે પાણી લેતા હોવાથી પાઇપલાઇનનું કામ કરાવતા હતા. તે દરમિયાનઆરોપીઓની વાડીએ જતી પાણીની પાઇપલાઇન તૂટી જતા આરોપીઓએ ધોકો, પાઇપ અને પાવડાથી માર મારી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત,જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. આરોપી મગનપરમાર, દેવજીપરમાર અને જગદીશપરમારવિરુધ્ધ આ બનાવ અંગેની ફરિયાદ પોલીસમાં સ્ટેશનમાં નોંધાઇછે. આ બનાવની નોંધ કરી કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવીછે.