- મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીને બબ્બે ડૉક્ટરેટની પદવી
- બબ્બે આંતરરાષ્ટ્રીય સંસ્થાન દ્વારા ડૉક્ટરેટની પદવી એનાયત કરાઈ
- આપવાનો આનંદ દેવેનભાઈનું સુત્ર
આ પણ વાંચો :પાટણ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિને ડી.લીટની પદવી અપાશે
નિસ્વાર્થ માનવસેવા પ્રવૃત્તિ બદલ વર્લ્ડ હ્યુમન રાઈટ કમિશન UK, USA
મોરબી: દિવાળી હોય, જન્માષ્ટમી હોય કે મકર સંક્રાંતિ દરેક તહેવારો અને પર્વ સમાજના છેવાડાના વંચિત લોકો અને ખાસ કરીને નાના બાળકો સમાજના અન્ય વર્ગની જેમ જ હસી- ખુશીથી ઉજવી શકે તે માટે છેલ્લા પાંચ વર્ષ કરતા વધુ સમયથી યંગ ઇન્ડિયા ગ્રુપ મોરબીના સભ્યો ગ્રુપના ફાઉન્ડર અને મેન્ટોર એવા દેવેન રબારીના માર્ગદર્શન હેઠળ ગ્રુપના મેમ્બરો દ્વારા ગીવ એન્ડ જોય એટલે કે આપ્યાના આનંદના સૂત્ર સાથે નિસ્વાર્થ ભાવે પ્રેરણાદાયી કામગીરી કરવામાં આવી રહી છે.
સંસ્થાનું કાયમી માનદ આંતરરાષ્ટ્રીય સભ્યપદ પણ અપાયું
તેમની આ કામગીરીની નોંધ લઈ વર્લ્ડ હ્યુમન રાઈટ કમિશન UK અને USAએ ઇન્ડિયન ચેપ્ટર દ્વારા નવી દિલ્હી ખાતે તા. 21 ફેબ્રુઆરીના રોજ ઉત્કૃષ્ઠ સમાજ સેવાને ધ્યાને લઇ એક્સલન્સી ડૉક્ટરેટ એવોર્ડ સામાજીક કાર્યો માટે આપવાની સાથે આ સંસ્થાનું કાયમી માનદ આંતરરાષ્ટ્રીય સભ્યપદ પણ આપવામાં આવ્યું છે.