ગુજરાત

gujarat

ETV Bharat / state

ગેસની સમસ્યા અંગે સિરામિક એસોસિએશનની ઉર્જાપ્રધાન સાથે બેઠક - Gujarat

મોરબીઃ સિરામિક ઉદ્યોગને છેલ્લા સપ્તાહથી ગેસમાં પ્રેશર ડ્રોપની સમસ્યાને પગલે કરોડોની નુકસાની સહન કરવી પડી રહી છે. ગેસના ધાંધિયાથી ઉદ્યોગજગત પરેશાન છે, ત્યારે આ મામલે તાજેતરમાં મોરબી પધારેલા ઉર્જા પ્રધાન સાથે સિરામિક એસોસિએશનના હોદ્દેદારોએ બેઠક યોજી હતી અને ઉર્જા પ્રધાનને પ્રશ્નોના ઉકેલની ખાતરી આપી છે.

MRB

By

Published : Apr 14, 2019, 1:26 PM IST

રાજ્યના ઉર્જા પ્રધાન અને મોરબી જિલ્લા પ્રભારી પ્રધાન સૌરભભાઈ પટેલની મોરબી મુલાકાત દરમિયાન સિરામિક એસોસિએશન હોલ ખાતે સિરામિક એસોસિએસનના પ્રમુખો મુકેશભાઈ ઉધરેજા, કિશોરભાઈ ભાલોડીયા, કિરીટભાઈ પટેલ અને નીલેશભાઈ જેતપરિયા તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓએ ઉર્જાપ્રધાન સાથે મુલાકાત કરી હતી અને ગેસના ધાંધિયાથી ઉદ્યોગને થઇ રહેલા નુકસાનથી અવગત કરવામાં આવ્યા હતા.

જે મામલે GSPC સાથે ઉર્જા પ્રધાને વાતચીત કરી હોય અને પ્રેશર ડ્રોપની સમસ્યાના સમાધાન માટે ગાળા નજીકથી નવી લાઈનો નાખવાની શરૂ કરી દેવામાં આવી છે અને પ્રેશર ડ્રોપનો પ્રશ્ન ટૂંકસમયમાં ઉકેલાઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના હોદ્દેદારોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગેસનો વપરાશ 3 ગણો વધ્યો, ભાવઘટાડાની રજૂઆત

મોરબીના સિરામિક એકમો દ્વારા પ્રતિદિન 22 લાખ ક્યુબીક મીટરનો વપરાશ હોવાથી તેમજ કોલગેસ પ્રતિબંધ બાદ 500થી વધુ ફેક્ટરીઓ નેચરલ ગેસનો વપરાશ કરશે. જેથી આગામી દિવસોમાં ગેસનો વપરાશ પ્રતિદિન 65 લાખ ક્યુબીક મીટર જેટલો થશે. જેથી સિરામિક એસોસિએશનના પ્રમુખ કિરીટભાઈ પટેલ સહિતના હોદ્દેદારોએ ગુજરાત ગેસ કંપનીને ભાવઘટાડો કરવા પણ રજૂઆત કરી છે. ગેસના ભાવમાં રાહત મળવાથી સિરામિક ઉદ્યોગને વેગ મળશે તેમ પણ જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details