ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રવાસન સ્થળોના વિકાસકાર્યો માટે સમીક્ષા બેઠક - Development works of tourist destinations

મોરબીમાં પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોને લઈને જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મળી હતી. પ્રવાસન સ્થળોના વિકાસ માટેની કામગીરી અંગે પ્રવાસન વિભાગ અને નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

Development works in Morbi district
મોરબીમાં વિકાસ કાર્યો અંગે બેઠક

By

Published : Jan 23, 2020, 3:20 PM IST

મોરબીઃ જિલ્લામાં પ્રવાસન સ્થળોના વિકાસ કાર્યોની સમીક્ષા કરવા જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મોરબી જિલ્લામાં આવેલા મહત્વના પ્રવાસન સ્થળોના વિકાસ માટેની કામગીરી અંગે પ્રવાસન વિભાગ અને નિગમના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસ માટે કામોને અગ્રતા આપીને તેના કામોનું આયોજન ઘડી કાઢવા માટે ચર્ચા હાથ ધરાઇ હતી. બેઠકના પ્રારંભે અધિક નિવાસી કલેક્ટર કેતન પી. જોષીએ ટંકારા ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટને ૧ કરોડ રૂપિયા, વાકાંનેર મધ્યે શ્રી સ્વયંભૂ જડેશ્વર મહાદેવ સંસ્થાને ૨ કરોડ રૂપિયા અને ખોડીયાર માતાજી મંદીર, માટેલને ૫૦ લાખ રૂપિયા ફાળવવામાં આવેલ હોય જેની ટેક્નીકલ મંજૂરી મળી ગઇ હોય કામોના ટેન્ડર અપલોડ કરવા અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી હતી.

બેઠકમાં ઉપસ્થિત ટંકારા-પડધરીના ધારાસભ્ય લલીતભાઇ કગથરાએ ટંકારા મધ્યે ફાળવાયેલા કામોને ઝડપથી હાથ પર લઇને કામો પૂર્ણ કરવા રજૂઆત કરી હતી. મોરબીના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજાએ વવાણીયા, મચ્છુ-૩ અને મૌલાઇ રાજાની દરગાહ સહિતના અન્ય સ્થાનોને પ્રવાસન સ્થળ જાહેર કરવા રજૂઆત કરી હતી. જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની આ બેઠકમાં સંબંધીત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચામાં ભાગ લીધો હતો.

ABOUT THE AUTHOR

...view details