મોરબીઃ મોરબીના કારખાનેદાર યુવતીને મોહજાળમાં ફસાવી પોતે પરિણીત હોવા છતાં બોગસ લગ્ન કરી પત્નીની જેમ રાખી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. જેથી પરિણીત કારખાનેદાર અને તેની પત્ની વિરુદ્ધ મોરબી A ડિવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે.
મોરબીના એક વિસ્તારમાં મામાના ઘરે રહેતી યુવતી કારખાનામાં કામે જતી હતી. જ્યાં કારખાનેદાર નયન પ્રાણજીવન વિલપરાએ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી. કારખાનેદાર પોતે પરિણીત હોવા છતાં લગ્નની વાત છુપાવી યુવતીને દ્વારકા જિલ્લામાં લઇ જઈને રાંદલ માતાજી મંદિરે ચાર વર્ષ પૂર્વે માથામાં સિંદુર ભરી અને મંગલસૂત્ર બાંધી ઈશ્વરની સાક્ષીએ લગ્ન કર્યા હતાં.