ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્ય સરકારની જાહેરાત બાદ આંશિક નિયંત્રણમાં રાહત મળતા મોરબીમાં બજારો ખુલી - Relief in partial control in Morbi

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા આંશિક નિયંત્રણમાં રાહત આપવા સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં શનિવારથી તમામ વેપારી લારી- ગલ્લા સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લા રાખી શકશે. મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી છે. જોકે મોરબી સહિત 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

Gujarat News
Gujarat News

By

Published : May 21, 2021, 5:35 PM IST

  • ઘણા દિવસ બાદ મોરબીમાં બજારો ખુલી
  • મુખ્ય પ્રધાન રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી
  • મોરબી સહિત 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત

મોરબી : છેલ્લા એક માસથી રાજ્યમાં અમલી બનવાયેલા આંશિક નિયંત્રણથી વેપારીઓ હવે અકળાઈ ઉઠ્યા હોવાથી રાજ્યભરના વેપારી સંગઠન અને ચેમ્બર દ્વારા આંશિક નિયંત્રણ ઉઠાવી લેવા માગ કરવામાં આવી હતી. બીજી તરફ કોરોના હળવો થતા સરકારે વેપારીઓની લાગણી અને માંગણી આંશિક સ્વીકારી છે અને છૂટછાટ જાહેર કરી તમામ વેપાર, ધંધા બપોરે 3 સુધી ખુલ્લા રાખવા નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારની જાહેરાત બાદ મોરબીમાં બજારો ખુલી

આ પણ વાંચો : પોરબંદરમાં આંશિક લોકડાઉન ખુલતા વેપારીઓને રાહત

વેપારીઓમાં આનંદની લાગણી જોવા મળી

રાજ્યના 36 શહેરોમાં મોરબીનો સમાવશે થતો હોવાથી આજે શુક્રવાર સવારથી મોરબીની મુખ્ય બજારો જેમ કે નેહરુગેટ ચોક, પરાબજાર, સોનીબજાર, દાણાપીઠ, નવા ડેલા રોડ, સાવસર પ્લોટ, સુપર માર્કેટ અને રવાપર રોડ સહિતણી માર્કેટ આજે સવારથી ખુલી ગઈ હતી. આજે ઘણા સમય બાદ દુકાનો ખુલતા વેપારીઓમાં આનદની લાગણી જોવા મળી હતી. સરકારે દુકાનો ખોલવાની આંશિક રાહત આપતા વેપારીઓ ખુશ જોવા મળી રહ્યા છે. તો ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details