ગુજરાત

gujarat

ETV Bharat / state

માળિયા પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા 1 ઈસમને ઝડપ્યો - મોરબી તાજા સમાચાર

માળિયા પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા એક ઈસમને મોટર સાયકલ-મોબાઈલ અને નશીલા દ્રાવ્યો સહીતનો મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

etv
માળિયા પોલીસે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા 1 ઈસમને ઝડપ્યો

By

Published : Jan 25, 2020, 6:59 PM IST

મોરબીઃ માળિયા પોલીસે બાતમીને આધારે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા ઇસમને ઝડપી લઈને નશીલા દ્રવ્યોનો જથ્થો તેમજ મોટરસાયકલ અને મોબાઈલ સહિતનો મુદામાલ કબ્જે કરી NDPS હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા PSIના માર્ગદર્શન હેઠળની ટીમને બાતમી મળી હતી કે, માળિયા જામનગર હાઈવે પરથી નશીલા દ્રર્વ્યોની હેરાફેરી કરવામાં આવે છે. જેથી ટીમે વોચ ગોઠવી હતી અને હોન્ડા મોટરસાયકલ GJ 13 R 3049 નીકળતા તેને રોકીને આરોપી ગોપાલ ગેલાભાઈ ભરવાડને ઝડપી લઈને તપાસ કરતા પોસ દોડા મળી આવ્યા હતા.

FSL અધિકારીને બોલાવી પોસ દોડાનો વજન કરાવ્યો હતો.આ પોસ દોડાનું વજન 2960 ગ્રામ હતું, જેની કિંમત 8880 રુપિયા હતી. પોલીસે મુદામાલ ઉપરાંત બાઈક અને મોબાઈલ સહીત કુલ રૂપિયા 24,380નો મુદામાલ જપ્ત કર્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details