મોરબી:મોરબી જિલ્લાના હળવદમાં મીઠાના કારખાનાની દિવાલ ધરાશાયી (Morbi wall collapse) થતાં 12 કામદારોના મૃત્યુ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાલ પડતાં લગભગ 30 મજૂરો દંટાયા હતા. પ્રાથમિક માહિતીમાં અત્યાર સુધીમાં 10 મજૂરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. મૃતકોને બહાર કાઢવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
હળવદમાં દિવાલ ધરાશાયી થતા 30 શ્રમિકો દંટાતા 12ના મોત શુ હતી ઘટના : હળવદ GIDC સ્થિત સાગર સોલ્ટ (Haldav gidc sagar sault) નામના કારખાનામાં આજે બુધવારે દિવાલ ધરાશાયી થતાં આ મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં, બચાવ કામગીરી માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. 30થી વધુ કામદારો દંટાયા હોવાથી હજૂ પણ મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિવાલ પાસે મીઠાની બોરીઓ રાખવામાં આવી હતી. જેના ભારને કારણે દિવાલ ધરાશાયી થઈ હતી. આ દરમિયાન આ સ્થળ નજીક પેકિંગનું કામ કરતા કામદાર પર દિવાલ પડી હતી.
વડાપ્રધાન મોદીની જાહેરત: મોરબીમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓને PMNRF તરફથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યુ દુખ:મોરબીમાં દિવાલ ધરાશાયી (Pm modi on Morbi wall collapse) થવાથી સર્જાયેલી દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની જાહેરાત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Cm bhupendra patel on Morbi wall collapse) આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પ્રત્યેક શ્રમિકના વારસદારને મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.
મોરબીમાં દિવાલ ધરાશાયીના મૃતકો પ્રત્યે વડાપ્રધાન મોદીની સંવેદના જ્યારે મુખ્યપ્રધાન પટેલ દ્વારા 4 લાખની સહાય
શ્રમપ્રધાન બ્રિજેશ મેરજાનુ કહેવુ છે કે, આજે મોરબીમાં એક ખાનગી કંપની જે પેકેજીંગનું કામ કરે છે, તે દિવાલ ધરાશાયી થતાં 12 કામદારોના કરુણ મૃત્યુ થવાના માઠા સમાચાચ મંત્રીમંદળની બેઠકમાં જ મળ્યા, સ્વભાવિક આંચકો લાગ્યો અને જે દુખ સહન કરવાનું આવ્યુ છે તેના માટે દિલસોદી વ્યકત કરીએ છીએ. આ ઘટનામાં મૃતકોના પરિવારને સહાય અને ઈજાગ્રસ્તોને સારવાર સહાય આપવામાં આવશે.
મોરબીમાં દિવાલ ધરાશાયીના મૃતકો પ્રત્યે વડાપ્રધાન મોદીની સંવેદના જ્યારે મુખ્યપ્રધાન પટેલ દ્વારા 4 લાખની સહાય
કલેક્ટર અને ધારાસભ્ય ઘટનાસ્થળે:કલેકટર જે.બી.પટેલનું કહેવુ છે કે, મોરબીની કંપનીમાં આ ઘટના અંદાજે 12 વાગ્યે બની, ત્યારે અમે તુરંત ઘટનાસ્થળે પહોચી JCB દ્વારા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાનું કહેવુ છે કે, સાગરસોલ્ટ ફેકટરીમાં આ ઘટના બની, જેમાં 12 લોકોનાં મૃત્યુ થયા, જેમાં દબાયેલા તમામના મૃતદેહ મળી રહ્યા હતા માત્ર એક-બે વ્યક્તિને સુરેન્દ્રનગર રીફર કરાયા હતા.