મોરબીની સેવાભાવી, સામાજિક સંસ્થાઓ અને અગ્રણીઓએ જીલ્લા કલેકટર મારફત દેશના વડાપ્રધાન પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે ભારત સરકારે પાડોશી દેશોના લઘુમતી બંધુઓ માટે નાગરિકતા સંશોધન અધિનિયમ બનાવીને ભારતના આત્માને જ પ્રખરતાથી પ્રગટ કર્યો છે, ત્યારે આ કાયદા માટે ભ્રમ ફેલાવીને દેશના લઘુમતીઓને ઉશ્કેરવામાં આવી રહ્યા છે.
મોરબીમાં કેટલીક સંસ્થાઓનું CAAના સમર્થનમાં કલેક્ટરને આવેદન - CAAને સમર્થન
મોરબીઃ કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરાયું. જેના વિરોધ અને સમર્થનના અહેવાલો સામે આવ્યાં છે. શનિવારે સંવિધાન બચાવો મંચ મોરબીના નેજા હેઠળ મોરબીની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને આ કાયદાનું સમર્થન કરવામાં આવ્યું છે.
![મોરબીમાં કેટલીક સંસ્થાઓનું CAAના સમર્થનમાં કલેક્ટરને આવેદન મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને CAAને સમર્થન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5450797-thumbnail-3x2-mrb.jpg)
મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદન પાઠવીને CAAને સમર્થન
મોરબીમાં કેટલીક સંસ્થાઓનું CAAના સમર્થનમાં કલેક્ટરને આવેદન
અગાઉ અંગ્રેજોએ હિંદુ અને મુસ્લિમો વચ્ચે ડરનો માહોલ ઉભો કર્યો હતો અને હાલ દેશના દુશ્મનો આવા તત્વોને હવા આપી રહ્યા છે. ભારતના પાડોશી દેશમાં લઘુમતીઓનું શોષણ અને અત્યાચાર કરાયો હોય, જેને ભારતની નાગરિકતા આપવાનો સરકારે નિર્ણય કર્યો છે, ત્યારે મોરબીના સંવિધાન બચાવો મંચના નેજા હેઠળ વિવિધ સંસ્થાઓએ સરકારના નિર્ણયને આવકારી સમર્થન આપ્યું છે, તેમજ અધિનિયમનો વિરોધ કરી રહેલા અને દેશમાં અરાજકતા ફેલાવતા દેશદ્રોહી તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી હતી.