મોરબી: શહેરના એક વિસ્તારમાં રેહતી બાળા સાથે વર્ષ 2014માં અશોક બાબુભાઇ પીપળીયા નામના શખ્સે શારીરિક અડપલાં કર્યા હતા. જેની બાળાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે જે તે સમયે આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ બનાવનો કેસ રાજકોટની કોર્ટમાં ચાલતો હતો, ત્યારે આ પોક્સો એક્ટનો કેસ રાજકોટથી મોરબી સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ટ્રાન્સફર થયો હતો.
મોરબી કોર્ટનો ચુકાદો- બાળાને અડપલા કરનાર શખ્સને 7 વર્ષની સજા - Morbi Special Pokso Court from Rajkot
મોરબીમાં વર્ષ 2014માં આઠ વર્ષની બાળાના શારીરિક અડપલાં કરવાનો કેસ મોરબીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલ સંજયભાઈ દવેની ધારદાર દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈને આરોપીને 7 વર્ષની સજા તથા રૂપિયા 20 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ જો રકમ ભરપાઇ ન થાય તો વધુ 1 વર્ષની સખ્ત કેદ ફટકારવામાં આવી હતી. જેનો ચૂકાદો કોર્ટ દ્વારા કોરોનાની મહામારીને લઈને વીડિયો કોન્ફરન્સથી આપ્યો હતો.
![મોરબી કોર્ટનો ચુકાદો- બાળાને અડપલા કરનાર શખ્સને 7 વર્ષની સજા Morbi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8044993-1076-8044993-1594876735937.jpg)
મોરબી
આ દરમિયાન સ્પેશિયલ પોક્સો એડિશનલ જજ એમ.કે. ઉપાધ્યાયની કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ સંજય દવેની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપીને આ કેસમાં દોષિત ઠેરવીને 7 વર્ષની કેદની સજા ફટકારી અને રૂ.20 હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ જો રકમ ભરપાઇ ન કરે તો વધુ એક વર્ષની સજા ફટકારવામાં આવી હતી.