ગુજરાત

gujarat

ETV Bharat / state

સસ્તા અનાજ દુકાન પરથી ખરીદેલા અનાજની રસીદ આપવા મામલતદારે આપ્યા આદેશ - grains

મોરબીઃ જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પરથી ખરીદી કરવામાં આવેલા અનાજના જથ્થાની પ્રિન્ટ આપવામાં આવતી ન હોય જે અંગે ફરિયાદ બાદ માળિયા મામલતદારે બાબતની ગંભીરતાથી નોંધ લીઈ તમામ દુકાનદારોને અનાજના જથ્થાની પ્રિન્ટ આપવા આદેશ કર્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 13, 2019, 11:12 AM IST

Updated : Jul 13, 2019, 1:25 PM IST

મળતી માહિતી મુજબ માળિયા મહિલા શક્તિ સંગઠન માળિયા દ્વારા 4 જુલાઇના રોજ તાલુકામાં જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાન પરથી ખરીદેલ અનાજના જથ્થાની પ્રિન્ટ આપવામાં આવતી નથી તેવી મામલતદારને રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે માળિયા મામલતદાર સી બી નીનામાંએ તાલુકાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારોને તાકીદ કરી છે કે દુકાન પરથી થતા વિતરણના જથ્થાની પ્રિન્ટ જે તે રાશનકાર્ડ ધારકને આપવામાં આવે અને જો તેમ કરવામાં કસુરવાન થશે તો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ લેખિત આદેશમાં જણાવ્યું છે.

Last Updated : Jul 13, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details