મોરબીઃ જિલ્લામાં રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ વિનોદ રાવ મોરબી જિલ્લામાં બે દિવસ પહેલા આવ્યા હતા અને તેમને માળિયા તાલુકામાં આવેલ મોટા દહીસરા અને વાવણીયા ગામે આવેલ પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. શાળાના શિક્ષકોમાં સરકાર દ્વારા શિક્ષણમાં સુધારો લાવવા માટે જે યોજનાઓ અને પ્રોગ્રામ અમલમાં મુકવામાં આવે છે, તેનું પુરતું જ્ઞાન શિક્ષકો પાસે જ ન હોય તેવું સામે આવ્યું હતું, જેથી કરીને શિક્ષણ વ્યવસ્થામાં સુધારો કરવા માટેની ટકોર કરી હતી.
માળિયા તાલુકાની કેટલીક સરકારી પ્રાથમિક શાળાના બાળકો નબળા: શિક્ષણ સચિવ નારાજ - સરકારી પ્રાથમિક શાળા
મોરબી જિલ્લાના માળિયા તાલુકાના હરીપર ગામની પ્રાથમિક શાળામાં પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીએ 15 દિવસ પેહલાં ચેકીંગ કરતા ત્યાં ફરજ બજાવતા મુખ્ય શિક્ષિકા અને સીઆરસી દ્વારા ફરજમાં બેદરકારી રાખવામાં આવતી હોવાનું ધ્યાન ઉપર આવ્યું હતું, જેથી તે બન્નેને મોરબીના ડીપીઈઓ દ્વારા ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા, જેની નોંધ રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ નોધ લેવામાં આવી હતી.
વતર્માન સમયમાં સરકાર દ્વારા સરકારી શાળામાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવે તે માટે થઈને એકમ કસોટી, પર્યાવરણ પ્રયોગશાળા, ભાષાદીપ પ્રોગ્રામ, કળા મહાકુંભ અને ખેલ મહાકુંભ સહીતન પ્રકલ્પો અને પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યા છે, જો કે શાળામાં આચાર્યો અને શિક્ષકો દ્વારા તેનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવતું જ ન હોય તેવું સામે આવ્યું હતું. આટલું જ નહી જિલ્લામાં BRC અને CRC દ્વારા ક્રોસ ચેકીંગ પણ યોગ્ય રીતે કરવામાં આવતું ન હોવાની ચોંકાવનારી માહિતી મીટીંગ દરમિયાન સામે આવી હતી, તો સચિવની સૂચના બાદ બુધવારના રોજ નિયામક ટી.એસ.જોશી મોરબી દોડી આવ્યા હતા, જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.સોલકી , પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુર પારેખ અને બી.આર.સી. અને સી.આર.સી કોડીનેર સાથે મીંટીગ કરી શિક્ષણનું સ્તર સુધરે તે બાબતે ચર્ચા કરી હતી.