ગુજરાત

gujarat

ETV Bharat / state

માળીયા પોલીસે દરોડો પાડી ઘાંટીલા ગામેથી 8 પત્તાપ્રેમીને ઝડપ્યા - Gujarat News

મોરબીના માળીયામાં પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળતા તેના આધારે ઘાંટીલા ગામે ખંઢેર મકાનમાં દરોડો કરી જુગાર રમતા 8 પત્તાપ્રેમીને ઝડપી પાડ્યા હતા.

માળીયા પોલીસે દરોડો કરી ઘાંટીલા ગામેથી 8 પત્તાપ્રેમીને ઝડપ્યા
માળીયા પોલીસે દરોડો કરી ઘાંટીલા ગામેથી 8 પત્તાપ્રેમીને ઝડપ્યા

By

Published : Jun 20, 2020, 4:55 PM IST

મોરબીઃ જિલ્લાના માળીયાના ઘાંટીલા ગામે જુગાર રમતા 8 પત્તાપ્રેમી ઝડપાયા હતા. માળિયા તાલુકાના ઘાંટીલા ગામે ખંઢેર મકાનમાં જુગારની બાતમી મળતા માળીયા પોલીસે દરોડો કરીને જુગાર રમતા 8 પત્તાપ્રેમીઓને ઝડપ્યા હતા.

માળીયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘાંટીલા ગામે આરોપી વિનોદભાઈ ધનજીભાઈ ભોજીયાના ખંઢેર મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા માળીયા પોલીસે દરોડો કર્યો હતો.

જેમાં જુગાર રમતા વિનોદભાઈ ઘનજીભાઈ ભોજીયાં, હરીલાલ શિવલાલ ઉભડીયા, રમેશભાઈ બાબુભાઈ ભોજીયા, અસ્વીનભાઈ રાઘવજીભાઈ જેતપરિયા, અબ્દુલભાઈ હુશેનભાઈ ચાનિયા, ગીરીશભાઈ ભુરજીભાઈ ઉભરીયા, કમલેશભાઈ વેલજીભાઈ સબાપરા અને મનહરભાઈ દેવજીભાઈ સદાપરાને રોકડ રકમ રૂપિયા 74,150 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details