સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ મોરબીથી 5-7 કિમીના અંતરે આવેલા ગામની સીમમાં રહીને મજૂરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્સે દુષ્કર્મ આચર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભોગ બનનારના પિતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરપી રમેશ પુનાજી ડામોર રહે મૂળ સંતરામપુર મહીસાગર હાલ મોરબીના રાજપર ગામની સીમમાં શખ્સે એકલતાનો લાભ લઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી હતી.
મોરબીમાં સગીરા પર આચર્યું દુષ્કર્મ, આરોપી ફરાર - Gujarati News
મોરબીઃ મોરબી નજીકના ગામમાં રહીને મજૂરી કરતા શ્રમિક પરિવારની સગીરા સાથે એક શખ્શે દુષ્કર્મ આચરીને સગીરાને ગર્ભવતી બનાવી હોય જે મામલે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી નજીકના ગામમાં શ્રમિક પરિવારની સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સગીરાને 4 માસનો ગર્ભ રહી ગયો છે. તાલુકા પોલીસે પોસ્કો એક્ટ તેમજ દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લેવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ ચલાવી છે.