મોરબીમાં સગીરાનો અશ્લીલ વિડીયો બનાવી બ્લેકમેલ કરી રોકડ-દાગીના પડાવ્યા મોરબી: શહેરમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી સગીરા સાથે સેલ્ફી લઈને અભદ્ર માંગણી કરી તેમજ વીડિયો કોલ કરી સગીરાને નગ્ન થવા મજબુર કરી વીડિયો કોલનું રેકોર્ડીંગ કરીને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી કટકે કટકે રૂપિયા 70,000 તેમજ સોનાની બુટી અને મોબાઈલ પડાવી લીધા હતા. સગીરા સાથે અનેક વખત જાતીય સતામણી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
મહિલા સહિતના બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો: મોરબી શહેરના મધ્યમાં રહેતા પરિવારની સગીરા બ્લેકમેલીંગનો ભોગ બની છે. જેમાં સગીરાની માતાએ પોલીસ મથકમાં આરોપી મિતલ સોલંકી રહે રફાળીયા તા. મોરબી અને કિશન રમેશ પટેલ રહે મોચી શેરી ગ્રીન ચોક મોરબી વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી મિતલ સોલંકીએ મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી આરોપી કિશન પટેલ સાથે મિત્રતા રાખવાનું કહ્યું હતું.
સ્ક્રીન રેકોર્ડીંગ: જેમાં આરોપી કિશન પટેલે સગીરાને સાંઈબાબા મંદિરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઈને અભદ્ર માંગણી કરી તેમજ વીડિયો કોલ કરી બળજબરીથી સગીરાને નગ્ન થવા મજબુર કરી હતી. જે વીડિયો કોલ સ્ક્રીન રેકોર્ડીંગ કરી લીધું હતું. બાદમાં વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી કિશન પટેલે સગીરા પાસેથી અવારનવાર કટકે કટકે રૂપિયા 70,000 મેળવી તેમજ સોનાની બુટી જોડી 1 અને સગીરાનો મોબાઈલ મેળવી લીધો હતો.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું:આરોપીએ સગીરા સાથે અનેક વખત જાતીય સતામણી કર્યાનું પણ ભોગ બનનારની માતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી મિતાલ સોલંકી અને કિશન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી આરોપી કિશન રમેશ પટેલને ઝડપી લીધો છે અને વધુ તપાસ ચલાવી છે.
- Morbi News: નગર પાલિકાના 350 રોજમદારો ચાર માંગણી સાથે હડતાળ પર ઉતર્યા, માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
- Morbi Bridge Collapse : મોરબી ઝુલતા પુલ કેસ મામલે હાઇકોર્ટમાં SIT રિપોર્ટ રજૂ, મૃતકોના પરિજનોએ દુઃખ વર્ણવ્યું