મોરબીઝુલતા પુલ દુર્ઘટનાને પગલે સમગ્ર મોરબી પંથકમાં શોકનું (morbi bridge collapse) મોજું ફરી વળ્યું છે, ત્યારે રવિવારે દુર્ઘટના બાદ સોમવારે મોરબીની મુખ્ય બજારો બંધ રહી હતી. તો મોરબીનો સિરામિક ઉદ્યોગ તેમજ ટ્રાન્સપોર્ટ એસો મંગળવારે (morbi ceramic association Close) એક દિવસ બંધ પાળશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. (machhu river rescue operation)
ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું મોરબી મોરબીમાં સર્જાયેલી પુલ હોનારતથી સમગ્ર (death in morbi bridge) મોરબી હતપ્રત બન્યું છે, રવિવારે સાંજથી સોમવારે સવાર સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યા બાદ સતત મૃત્યુ આંક વધતો રહ્યો છે અને મૃતદેહોના ઢગલા જોઇને મોરબી પંથક આખું હિબકે ચડ્યું હતું. જેને લઈને આજે સોમવારે અનેક સ્થળોએ એકસાથે પરિવારના અનેક સભ્યોની અર્થી ઉઠતા કોણ કોને સહારો આપે અને કોને આશ્વાસન આપે તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાને લઈને આખું મોરબી આજે ફરી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યું હતું. (morbi news)