મોરબી: મચ્છુ મિત્ર મંડળ દ્વારા શ્રી મચ્છુ માતાજીની જગ્યાના મહંત ગાંડુભગત બીજલ ભગતની અખબારી યાદીમાં જણાવ્યું છે કે, મોરબી મચ્છુ માતાજીની અષાઢી બીજની રથયાત્રા 23 જૂનના રોજ યોજાનારી હતી. જોકે, હાલ કોરોના મહામારીને પગલે સરકારી ગાઈડ લાઈન મુજબ રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે યોજાનારી મચ્છુ માતાજીની રથયાત્રા મોકૂફ - મચ્છુ માતાજી
મોરબીમાં દર વર્ષે અષાઢી બીજ નિમિત્તે મચ્છુ માતાજીની શોભાયાત્રા યોજાતી હોય છે. જોકે, હાલની કોરોનાની મહામારીની સ્થિતિને ધ્યાને લઈને અષાઢી બીજ નિમિત્તે યોજાનારી રથયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
![મોરબીમાં અષાઢી બીજ નિમિત્તે યોજાનારી મચ્છુ માતાજીની રથયાત્રા મોકૂફ Machhu MatajI](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7717128-452-7717128-1592796813449.jpg)
મોરબીમાં અષાઢી બીજ નિમિતે યોજાનાર મચ્છુ માતાજીની રથયાત્રા મોકૂફ
જેથી ગુજરાતભરમાંથી આવતા ભક્તોએ નોંધ લેવી અને રથયાત્રા મોકૂફ હોવાથી રથયાત્રા દર્શન માટે આવવાનું નથી તેમ જણાવ્યું છે.
Last Updated : Jun 23, 2020, 2:58 PM IST