- મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવામાં આવતા 30 ગામોને લાભ મળશે
- ખેડૂતોની રજૂઆતને પગલે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું
- ખેડૂતોને પાણી છોડવાથી રવી પાકોમાં ફાયદો
મોરબીઃવાંકાનેરનો મચ્છુ-1 ડેમ (Machhu-1 Dam )છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઈ વિભાગ(Gujarat Irrigation Department ) દ્વારા ખેડૂતોને રવીપાક(Winter crops of Gujarat) માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે.
મચ્છુ-1 ડેમ ગત ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો
મચ્છુ-1 ડેમ ગત(Machhu-1 Dam ) ચોમાસામાં સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો. દરમિયાન મચ્છુ-1 ડેમ હેઠળના ખેડૂતોએ રવીપાક (Winter crops of Gujarat)માટે આ ડેમમાંથી પાણી આપવામાંની માંગ કરી હતી. આ માંગણીને ધ્યાને લઈને તાજેતરમાં યોજાયેલી મચ્છુ-1 ડેમ સિંચાઈ સલાહકાર સમિતિની મીટીંગમાં મચ્છુ-1 ડેમ સિંચાઈ યોજના હેઠળના આશરે 3 હજાર હેકટર વિસ્તારમાં રવિ સિઝન માટે 6 પાણ માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે અને મચ્છુ નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે.