ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી: ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીના કમાન્ડર તરીકે ફરજ બજવતાં LRD જવાને આત્મહત્યા કરી - Halvad Police

મોરબીમાં ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીના કમાન્ડર તરીકે ફરજ બજાવતાં LRD જવાને સર્વિસ પિસ્તોલ વડે આઆત્મહત્યા કરી છે. હળવદ તાલુકાના સાપકડા ગામે રહેતાં અને મોરબી પોલીસ હેડ કવાર્ટર ખાતે એલઆરડી તરીકે ફરજ બજાવતાં અનિલ દાનાભાઈ ડાભી પોતાના ઘેર રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ કોઈ અગમ્ય કારણોસર પોતાની પિસ્તોલમાંથી માથાના ભાગે ગોળી મારી આત્મહત્યા કરતા ચકચાર મચી હતી.

મોરબીમાં ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીના કમાન્ડર તરીકે ફરજ બજવતાં lrd જવાને આત્મહત્યા કરી
મોરબીમાં ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીના કમાન્ડર તરીકે ફરજ બજવતાં lrd જવાને આત્મહત્યા કરી

By

Published : Nov 9, 2020, 4:12 PM IST

  • મોરબીમાં એલઆરડી જવાને કરી આત્મહત્યા
  • ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીની કમાન્ડર ફરજ પર હતો જવાન
  • પોતાની જ સર્વિસ રિવોલ્વરથી કરી આત્મહત્યા


    મોરબીઃ આત્મહત્યા કરનાર અનિલ દાનાભાઈ ડાભી મોરબી જિલ્લા હેડ કવાટર ખાતે એલઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હતાં, હાલમાં મોરબીમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ઓબ્ઝર્વરના કમાન્ડર તરીકે ફરજ બજાવતા હતાં. રવિવારની રજા હોવાથી હળવદ તાલુકાના સાપકડા ગામે પોતાના ઘેર આવ્યાં હતાં. રવિવાર રાત્રિના 10:30 વાગ્યાની આજુબાજુ પોતાના રૂમમાં પોતાની પિસ્તોલમાંથી માથાના ભાગે ગોળી ધરબી આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો અને પરિવારજનો હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટર કૌશલ પટેલે અનિલ ડાભીને મૃત જાહેર કર્યાં હતો. અનિલ ડાભીના પરિવારજનોમાં મા-બાપ, એક ભાઈ અને એક બહેન છે. અનિલના લગ્ન એકાદ વર્ષ પુર્વે લખતરના ધણાદ ગામે થયાં હતાં, અનિલના મોતથી પરિવારમાંજનોમાં દુખનું આભ તૂટી પડ્યું હતું, ઘટનાની જાણ થતાં મોરબી જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા. ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતનો પોલીસ કાફલો ધટનાસ્થળે દોડી ગયો હતો અને મૂતકની લાશને ફોરેન્સિક તપાસ માટે રાજકોટ ખેસેડવામાં આવી હતી. ધટનાની વધુ તપાસ હળવદ પીઆઇ પી.એમ.દેકાવાડીયા ચલાવી રહ્યાં છે.
    ચૂંટણી ઓબ્ઝર્વર અધિકારીના કમાન્ડર તરીકે ફરજ બજાવતાં lrd જવાને સર્વિસ પિસ્તોલ વડે આપઘાત કર્યોં

ABOUT THE AUTHOR

...view details