ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેર: લવજેહાદની ફરિયાદના 30 દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં, સરદાર પટેલ સેવાદળ દ્વારા જિલ્લા SPને કરાઇ રજૂઆત - મોરબી સમાચાર

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરની દીકરીને પ્રેમના નામે ગુમરાહ કરીને વિધર્મી યુવાન ભગાડી ગયો હોવાનો અને લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે સરદાર પટેલ સેવાદળ દ્વારા જિલ્લા SPને રજૂઆત કરી કાર્યવાહીની કરવા માટે માગ કરી છે.

વાંકાનેરમાં લવજેહાદ
વાંકાનેરમાં લવજેહાદ

By

Published : Dec 21, 2020, 7:03 PM IST

Updated : Dec 21, 2020, 7:19 PM IST

  • યુવતીને વિધર્મી યુવાન ભગાડી જતા ફરિયાદ નોંધાઇ
  • સરદાર પટેલ સેવાદળ દ્વારા SPને રજૂઆત કરાઇ
  • યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો લડત આપીશું : સરદાર પટેલ સેવાદળ

મોરબી : વાંકાનેરમાં લવ જેહાદનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક મહિના અગાઉ શહેરની એક દીકરીને પ્રેમના નામે ગુમરાહ કરીને વિધર્મી યુવાન ભગાડી લઇ ગયો હવાની ફરિયાદ નોંધાઇ છે. આ મામલે સરદાર પટેલ સેવાદળ દ્વારા જિલ્લા SPને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહીની માગ કરી છે

સરદાર પટેલ સેવાદળ દ્વારા SPને રજૂઆત

શ્રી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય મહિલા સંયોજક અંજનાબેન પટેલ, નયન પટેલ સહિતના આગેવાનોએ SPને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત અને સમગ્ર ભારતમાં લવજેહાદના નામે દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડીને લગ્ન કરે છે. જે બાદ આકાઓની સૂચના અનુસાર દુરૂપયોગ કરવામાં આવે છે. લવજેહાદમાં ફસાતી દીકરીઓ ગરીબ વર્ગમાંથી આવતી હોય અને ઉમરના નાજૂક સમયમાં ભાવનાઓ સાથે રમીને ફસાવવામાં આવે છે.

યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો લડત આપીશું

મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં સાધુ પરિવારની દીકરીને સોહેબ નામનો વિધર્મી યુવાન લવજેહાદના બદઈરાદા પૂર્વક ભગાડીને લઇ ગયો હતો. જે વાતને એક મહિના બાદ પણ પોલીસ સ્ટેશનમાં ઘણીવાર ફરિયાદ કરવા છતા દીકરીને પરત લાવવા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. જો આ મામલે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો લડત આપીશું, તેમ સરદાર પટેલ સેવાદળ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Last Updated : Dec 21, 2020, 7:19 PM IST

ABOUT THE AUTHOR

...view details