મોરબીઃ જિલ્લાના હળવદ શહેરમાં વેપારી મહામંડળ દ્વારા એકાંતરે આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાનો નિર્ણય લેવાયો હતો. જો કે આજે શહેરમાં લોકોની ભીડ એટલી હદે એકઠી થઈ હતી કે જાણે લોક ડાઉનને જ ઉઠાવી લીધુ હોય તેમ મોટી સંખ્યામાં લોકો બજારમાં લટાર મારતા જોવા મળ્યા હતા. સાથે જ શહેરમાં અનાજ કરીયાણાની દુકાનધારકો કોઈપણ જાતના સામાજિક અંતર જાળવવાનું કહ્યા વગર અનાજ કરિયાણાની દુકાનો પર લોકો ઉમટી પડ્યા હતા. તેમજ શહેરમાં ફ્રુટ અને શાકભાજીના વેપારીઓ મોટાભાગના હાથના મોજા કે પછી મોઢા પર માસ્ક પહેર્યુ ન હોવાનું જોવા મળ્યું હતું.
હળવદની બજારમાં લોકોની ભીડ વધી જતા તંત્ર દોડતું થયું - મોરબીમાં કોરોના
હળવદ શહેરમાં લોકો લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ગુરુવારે શહેરની બજારોમાં મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા હતા. જેની જાણ થતાં મામલતદાર અને પોલીસને જાણ થતા શાકમાર્કેટ અન્ય સ્થળે ખસેડવામાં આવશે
હળવદ શહેરમાં આજે મોટી સંખ્યામાં લોકો બહાર મુખ્ય રસ્તાઓ પર રખડપટ્ટી કરતા જોવા મળ્યા હતા. તેવામાં આજે બપોરે જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાએ હળવદની મુલાકાત લીધી હતી. જો કે જિલ્લા પોલીસ વડાના આગમન પૂર્વે ખુલ્લી રહેલી દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી. રસ્તાઓ પર રખડતા લોકો પણ સગેવગે થઈ ગયા હતા. બેંક બહાર લાઈનો લગાવી ઉભેલા લોકો પણ પળવારમાં ગાયબ થઇ ગયા હતા. તો હળવદના મામલતદાર વી.કે.સોલંકીનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, તાત્કાલીક સ્થળ પર અમારી ટીમ દોડી ગઈ હતી. શાકમાર્કેટ જે સ્થળે તે જગ્યા નાની આવતીકાલથી શરણેસ્વર મહાદેવના મદિર નજીક મેદાનમાં ખસેડી દેવામાં આવી છે અને તમામને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા માટે સૂચના આપવામ આવી છે.