મોરબીઃ શનાળા રોડ પર ફાયરીંગ કરીને મુસ્તાક મીરની હત્યાના ગુનામાં ઝડપાયેલા હિતેન્દ્રસિંહ ઝાલા પેરોલ જંપ કરી ફરાર થયો હતો અને બાદમાં મુસ્તાક મીરના ભાઈ આરીફ મીર પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં પણ હિતેન્દ્ર સિંહ ઝાલાનું નામ ખુલ્યું હતું અને અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરાઈ હતી. આ સાથે જ આરોપીને મોરબી લઇ આવતી વેળાએ ધ્રાંગધ્રા હોનેસ્ટ હોટેલ પાસે પોલીસ જાપ્તામાંથી આરોપી હિતુભા ઝાલા ફરાર થયો હતો અને પોલીસે શનાળા ગામે આરોપીના ઘરની જડતી લેતા ઘરમાંથી 18 જીવતા કારતૂસ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસે હિતુભાના બંને ભાઈ ધર્મેન્દ્રસિંહ અને સુરેન્દ્રસીહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં હત્યાના આરોપીના ઘરેથી મળ્યા જીવતા કારતૂસ, રિમાન્ડ નામંજૂર થતા જેલહવાલે
મોરબીના ચકચારી મુસ્તાક મીર હત્યા કેસના આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાની તાજેતરમાં ધરપકડ કરાયા બાદ મોરબીમાં ઘરેથી જીવતા કારતૂસ મળવાના ગુનામાં પોલીસે આરોપીનો કબ્જો મેળવ્યો હતો. જો કે, રિમાન્ડ નામંજૂર થતા જામનગર જેલહવાલે કરવામાં આવ્યો છે.
મોરબીમાં હત્યા
આ દરમિયાન હિતુભા ફરાર હોવાથી તાજેતરમાં વડોદરામાંથી અમદાવાદ ATS ટીમે ઝડપી લીધો હતો અને હિતેન્દ્રસિંહ ઝાલાનો આર્મ્સ એક્ટમાં મોરબી એ ડીવીઝન પોલીસે કબજો લઈને કોર્ટમાં 3 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરતા કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા. જેના પગલે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલાને જામનગર જેલહવાલે કર્યો હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.