ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં પાંચ સ્થળે વીજળી પડી, એક મહિલાનું મોત - rain in morbi

વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરીજનોને મુશ્કેલી વેઠવી પડી હતી. આ દરમિયાન મોરબી જિલ્લામાં પાંચ સ્થળે વીજળી પડી હતી. જેમાં માળીયાના મંદરકી ગામે એક મહિલાનું મોત થયું હતું. તેમજ અન્ય ચાર સ્થળે વીજળી પડતા વીજઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.

મોરબી
મોરબી

By

Published : Oct 19, 2020, 10:29 AM IST

  • મોરબી જિલ્લામાં ભારે વરસાદ
  • મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત
  • આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકસાન

મોરબી: હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો. માળીયા તાલુકાના મંદરકી ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું હતું. માળીયા તાલુકાના મંદરકી ગામે સાસુ વહુ વાડીએથી ઘરે આવવા નીકળ્યા હતા, તે દરમિયાન સાસુ સવિતાબેન પર વીજળી પડતા મોત તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના નાની વાવડી ગામના બજરંગ સોસાયટીના એક મકાનમાં વીજળી પડી હતી.

વીજળી પડવાથી મકાનમાં વીજ ઉપકરણોને નુકસાન

ગાજવીજ વરસાદ બાદ મકાન પર વીજળી પડતા ઘરની છતમાં નુકસાન થયું હતું. તેમજ આસપાસના મકાનમાં વીજ ઉપકરણોને નુકસાન થયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. હળવદ તાલુકાના પાંડાતીરથ ગામે બે જગ્યા ઉપર વીજળી પડવાની ઘટના બની હતી.

ABOUT THE AUTHOR

...view details