ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં 24 કલાક લાઈટો ચાલુ, નાગરિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં - post martem

મોરબીઃ મોરબી નગરપાલિકા વિસ્તારમાં વિજળીનું બીલ બચાવવા LED લાઈટો નાખવાનો પ્રોજેક્ટ અમલી બનાવાયો હતો, જોકે તંત્રની બેદરકારીને પગલે લાઈટો 24 કલાક ચાલુ રહેતી હોય જેથી વિજળીની બચતને બદલે વ્યય થતો જોવા મળી રહ્યો છે અને વિજળીનો વ્યય રોકવા માટે જાગૃત નાગરિકોએ કરેલી રજૂઆત બાદ પણ તંત્ર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું નથી.

મોરબીમાં 24 કલાક લાઈટો ચાલુ, નાગરિકોની રજૂઆત બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાં

By

Published : Jun 21, 2019, 3:36 PM IST

મોરબીના રોટરીનગર વિસ્તારના રહેવાસી પ્રહલાદસિંહ ખોડુભા ઝાલા નામના જાગૃત નાગરિકએ માર્ચ મહિનામાં નિવાસી અધિક કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબી શહેરની સ્ટ્રીટ લાઈટ દિવસ દરમિયાન ચાલુ રહે છે તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ હોવા અંગે રજૂઆત કરી હતી. આ ફરીયાદ પાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા કલેકટર ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કરેલ છે .પરંતુ મોરબીમાં 24 કલાક ચાલુ રહેલી લાઈટો અધિકારીઓ કે પદાધિકારીઓને દેખાતી ના હોય તેમ લાગી રહ્યુ છે.

વિજળીનો વ્યય થાય છે તે જોઇને જાગૃત નાગરિકો દુ:ખની લાગણી અનુભવી રહ્યા છે ત્યારે પાલિકા તંત્રને ક્યારે શરમ આવશે અને વિજળીનો વ્યય અટકશે તેવા સવાલો પણ ઉઠી રહયા છે

ABOUT THE AUTHOR

...view details