ઓગસ્ટ 2017માં પીપળી બેલા રોડ પર મનીષ કાંટા પાસેથી રણજીતસિંહ મંગલુભા ઝાલા (ઉ.વ.45) નામના આધેડનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મૃતકના ભાઈ દશરથસિંહ ઝાલાએ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપી સંદીપ ઉર્ફે લાલો રમણીક ડોડીયા(રહેવાસી મોરબી)ની ધરપકડ કરી હતી. ઈંડાની લારીએ બોલાચાલી થયા બાદ આરોપીએ મૃતક રણજીતસિંહ ઝાલાને માથામાં ધોકો ફટકારી દીધો હતો, જે બાદ ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ હત્યા મામલે આરોપીને ઝડપી પોલીસે હત્યામાં વપરાયેલો ધોકો જપ્ત કર્યો હતો.
મોરબીમાં બે વર્ષ જૂના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા
મોરબીઃ પીપળી બેલા રોડ પર સવા બે વર્ષ પૂર્વે એક આધેડની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે પોલીસ કેસ નોંધાયો હતો. જે બાદ આરોપીની ધરપકડ કરવામાં હતી. કોર્ટમાં કેસ ચાલતા મંગળવારે કોર્ટે આરોપી ગુનેગાર સાબિત થતા તેને આજીવન કેદની સજા ફટકારી છે.
બે વર્ષ જુના હત્યા કેસમાં આરોપીને આજીવન કેદ
આ હત્યાનો કેસ છેલ્લા 2 વર્ષથી મોરબી કોર્ટમાં ચાલતો હતો. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીકટ જજ એ. ડી. ઓઝા સાહેબની કોર્ટમાં સરકારી વકીલ વિજયભાઈ જાનીએ રજુ કરેલા પુરાવાઓ, સાક્ષીઓને ધ્યાનમાં રાખી કોર્ટે આરોપી સંદીપ ઉર્ફે લાલા રમણીક ડોડીયાને ગુનેગાર સાબિત થયો હતો. જે બદલ આરોપીને આજીવન કેદની સજા તેમજ રૂપિયા 10,000નો દંડ ફટકાર્યો છે.