મોરબીઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે. તો જાલસીકા ગામ નજીક જંગલ વિસ્તાર હોવાથી દીપડો ગામમાં આવી જતો હોવાની માહિતી મળી હતી.
વાંકાનેરમાં દીપડાનો આતંક, વાછરડીનું મારણ કર્યું - Deepaka triggered terror in Wakaner
હાલ સમગ્ર દેશમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે આ વચ્ચે વાંકાનેર તાલુકાના જાલસીકા ગામમાં દીપડાનો આંતક જોવા મળી રહ્યો છે.
![વાંકાનેરમાં દીપડાનો આતંક, વાછરડીનું મારણ કર્યું વાંકાનેરમાં કોરોના સાથે દીપડાનો પણ છે ભય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6686209-1022-6686209-1586173097481.jpg)
વાંકાનેરમાં કોરોના સાથે દીપડાનો પણ છે ભય
જાલસીકા ગામ નજીક જંગલ વિસ્તાર હોવાથી દીપડો ગામમાં ઘુસી આવ્યો હતો. ગામમાં રહેલા ગૌશાળા નજીક એક વાછડીનું મારણ કર્યું હતું.
ગ્રામજનો દ્વારા ઘટના અંગે ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દીપડાને પાંજરે પુરવા માટે 2 પિંજરા મૂક્યા હતા. 10 જેટલા ફોરેસ્ટ જવાનોને તૈનાત કર્યા હોવાની માહિતી ફોરેસ્ટ વિભાગ પાસેથી મળી હતી.