મોરબીઃ જિલ્લાના માળીયા તાલુકાના મોટા દહીંસરા ગામે પડતર મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી છુપાવી રાખી તેનું વેચાણ કરાતું હતું. જે બાતમીને પગલે LCB ટીમે દરોડો કરી ઈંગ્લીશ દારૂની કુલ 1428 બોટલનો જથ્થો જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના દહીંસરા ગામે LCBએ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - Dahinsara village
મોરબી માળીયાના મોટા દહીંસરા ગામે ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી છૂપી રીતે વેચાણ કરવામાં આવી રહ્યું હતું. LCB ટીમને જાણ થતા કુલ બોટલ નંગ 1428 કિંમત રૂપિયા 4,39,980નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસને સોપી બંને આરોપી સામે ગુનો નોધ્યો હતો.
મોરબીના દહીંસરા ગામેથી LCB ટીમ દ્વારા 1428 બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
માળીયાના મોટા દહીંસરાના રહેવાસી અજયસિંહ ભાવુભા જાડેજા અને હરદેવસિંહ ભાવુભા જાડેજાએ મોટા દહીંસરા ગામે કોળીવાસ ભરત ગંગારામભાઈ કોળીના પડતર મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી છુપી રીતે વેચાણ કરતા હતા. LCB ટીમને બાતમી મળતા રેડ કરી હતી અને પડતર મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાંડની નાની મોટી કુલ બોટલ નંગ 1428 કિંમત રૂપિયા 4,39,980નો મુદ્દામાલ મળી આવતા જથ્થો જપ્ત કરી પોલીસને સોપી બંને આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.