મોરબીઃ શહેરના રવાપર ધુનડા રોડ પર આવેલા રવાપર રેસીડેન્સી નજીક દુકાનામાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનમાંથી ચોરી કરી ગયા હતાં. ફરિયાદના આધારે મોરબી LCB ટીમે તપાસ હાથ ધરવામાં આવતા ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ધુનડા રોડ પર આવેલા રવાપર રેસીડેન્સી નજીક આવેલા પટેલ મોબાઈલ, ક્રિષ્ના પાન અને કરીયાણાની દુકાનમાંથી રોકડ અને મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ ચોરી થયાની ફરિયાદ મોરબી A ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.
જે મામલે મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી.આઈ. વી.બી.જાડેજાની સુચનાથી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સ્ટાફના સજંયભાઈ પટેલ, રજનીકાંતભાઈ કૈલા, અશોકસિંહ ચુડાસમાને બાતમી મામેલ કે રવાપર રેસીડેન્સી નજીક ત્રણ દુકાનમાં ચોરી કરેલા ત્રણ ઇસમો અનિલ ઇન્દરસિંગ ગુલાબસિંગ દેસાઈ, સુનીલ ઇન્દરસિંગ ગુલાબસીંગ દેસાઈ, નીરુ મહેશસિંગ કૂતરસિંગ બામણીયા અને ભ્યાનસિંગ મથુરભાઈ ગણાવા શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરવામાં આવતા ચોરીની કબુલાત આપી હતી.
તેની પાસેથી મોબાઈલ નંગ-5 કિંમત રૂપિયા 5000, સેમસંગ કંપનીના ડેમો મોબાઈલ નંગ-2 કિંમત રૂપિયા 10,000 કીબોર્ડ સાથેનું ડેલ કંપનીનું લેપટોપ નંગ-1 કિંમત રૂપિયા 30,000 અને એલઈડી ટીવી કિંમત રૂપિયા 10,000 તથા રોકડ રકમ 6015 એમ કુલ મુદામાલ કિમત રૂપિયા 61,015 કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.