- મોરબીના રાજપર ગામે જુગારીઓ પર દરોડો
- તળાવની પાળ નજીક જુગાર રમતા પાંચ ઝડપાયા
- ૫૦ હજારથી વધુનો મુદામાલ પોલીસે જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
મોરબીના રાજપર ગામમાંથી એલસીબીએ પાંચ જુગારીઓની કરી ધરપકડ - રાજપર ન્યૂઝ
મોરબીના રાજપર ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આ સાથે જ 50 હજારથી વધુની રોકડ રકમ એલસીબી ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
મોરબીઃ મોરબીના રાજપર ગામે તળાવની પાળ પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને એલસીબીએ ઝડપી પાડ્યા છે. આ સાથે જ 50 હજારથી વધુની રોકડ રકમ એલસીબી ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે.
પાંચ જુગારીઓ ઝડપાયાં
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીને આધારે રાજપર ગામમાં દરોડા પાડ્યા હતાં. જેમાં તળાવની પાળ પાસે બાવળની કાંટમાં જુગાર રમતા રશીદ જુમા જંગરી રહે મોરબી જુના બસ સ્ટેન્ડ, કિશન નારણ સરવૈયા રહે જોન્સનગર મોરબી, ઇકબાલ જમાલ રાઉંમાં રહે પંચાસર રોડ મોરબી, નિઝામ સલીમ મોવર રહે મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે અને મોસીન અબ્દુલ રાઠોડ રહે લાતીપ્લોટ મોરબી એમ પાંચને ઝડપી પાડ્યા છે. આ સાથે જ રોકડ રકમ રૂપિયા 50,200 જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.