મોરબીની LCB અને SOG ટીમે બે ફરાર આરોપીની કરી ધરપકડ - મોરબી ન્યૂધ
મોરબીઃ LCB અને SOG ટીમે બે ફરાર આરોપીની કરી ધરપકડ કરી છે. જેમાં એક આરોપીએ દોઢ વર્ષ પહેલા સોનાની કંઠીની ચોરી હતી. તો બીજો આરોપી પોલીસ મથકમાં થયેલી ચોરીમાં સંડોવાયેલો હતો.
મળતી માહિતી પ્રમાણે, રેન્જ આઈ.જી. સંદીપ સિંહ તથા મોરબી જિલ્લા પોલીસવડા ડૉ. કરનરાજ વાઘેલાએ નાસતા ફરતા આરોપીને પકડવાની ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં LCBના PI વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ કાર્યરત કરાઈ હતી. તે દરમિયાન દોઢ વર્ષ પૂર્વે 74 હજારની સોનાની કંઠી ચોરનારની આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ, SOG ટીમે પેટ્રોલીંગ દરમિયાન ટંકારા પોલીસ મથકમાં ચોરી ગુનામાં સંડોવાયેલાં આરોપી પપ્પુ ભુરીયાને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ આરોપીને ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો હતો.