ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના ચરાડવા ગામે માલિકીની જમીન પચાવી પાડનારા બે સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો - Charavda news

ચરાડવા ગામના વતની સોની પરિવારની માલિકીની જમીન બે શખ્સોએ પચાવી પાડી હતી. જે બંને શખ્સો સામે હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીનેે તપાસ ચલાવી છે.

Halvad
Halvad

By

Published : May 7, 2021, 6:50 PM IST

બે શખ્સોએ ગેરકાયદેસર કબજો કરીનેે જમીન પચાવી પાડી

ફરિયાદી પોતાની જમીન જોવા ગયા ત્યારે ખબર પડી કે જમીન પચાવી પડાઈ છે

હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુન્હો નોંધ્યો

હળવદ:ચરાડવા ગામના વતની સોની પરિવારની માલિકીની જમીન બે શખ્સોએ પચાવી પાડવાનો કારસો રચ્યો હતો. જે બંને શખ્સો સામે હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધીનેે તપાસ ચલાવી છે.

ઘનશ્યામભાઈ મહાસુખલાલભાઈ રાણપુરાએ પોલીસ ફરિયાદ નોંધાવી

મૂળ હળવદ તાલુકાના ચરાડવા ગામના વતની અને હાલ અમદાવાદ વેજલપુર રોડ પર રહેતા ઘનશ્યામભાઈ મહાસુખલાલભાઈ રાણપુરાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેના પિતાએ વર્ષ 1976માં દલાભાઈ મોતીભાઈ દલવાડી અને સોંડાભાઈ મોતીભાઈ દલવાડી પાસેથી વેચાતી લીધી હતી. તેમજ અન્ય જમીન વર્ષ 1972માં ચરાડવાના ખીમાભાઈ દેવરાજભાઈ દલવાડી પાસેથી વેચાતી લીધી હતી. વર્ષ 2014માં પિતાનું અવસાન થયું હતું. પરિવાર અમદાવાદ રહેતો હોય અને 17-9-2015ના રોજ ખેતીની જમીન જોવા ગયા ત્યારે માલૂમ પડ્યું કે ઈશ્વર શામજીભાઈ પટેલ અને કેશવજીભાઇ ગાડુંભાઈ પટેલ રહે બંને ચરાડવા વાળાએ તેની માલિકીની સર્વે 1255 પૈકી 1 અને 1256 પૈકી 1 જમીન પર ગેરકાયદેસર કબજો કરી લીધો હતો. જમીન પર આજ સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખીને જમીન પચાવી પાડી ગુનો કર્યો છે. હળવદ પોલીસે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ DYSP ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details