ગુજરાત

gujarat

ETV Bharat / state

Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સીરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના પ્લોટ પચાવી પાડવા અંગે તાલુકા ભાજપ મહામંત્રી સહિતના શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabing Act) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાદ પોલીસ હરકતમાં આવી હતી અને તમામ 6 આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

land-grabbing-act-6-arrested-including-bjp-leader-for-land-grabbing
Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા

By

Published : Jun 20, 2021, 2:24 PM IST

  • ભાજપ મહામંત્રીએ જમીન પચાવી પાડી મકાન બનાવવાનો આરોપ
  • સિંચાઈ વિભાગની જમીન પચાવી પાડવા મામલે ગુનો નોંધાયો
  • પોલીસે ફરિયાદના આધારે આરોપીઓની ધરપકડ કરી

મોરબીઃહળવદના સીરોઇ ગામે સિંચાઈ વિભાગની સરકારી જમીનના પ્લોટ પચાવી પાડવા અંગે તાલુકા ભાજપ મહામંત્રી સહિતના શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ (Land Grabing Act) ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાદ પોલીસ (Halvad Police) હરકતમાં આવી હતી અને તમામ 6 આરોપીઓને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Land Grabing Act: સરકારી જમીન પચાવી પાડવાના ગુનામાં ભાજપ અગ્રણી સહિત 6 ઝડપાયા

ભાજપ અગ્રણી સહિત 6 ઇસમોને ઝડપી પાડ્યા

જે બનાવ મામલે હળવદ કચેરી સિંચાઈ પેટા વિભાગના ઇન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર કિશન લીમ્બડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હળવદ તાલુકાના સીરોઇના રહેવાસી કાળુ માવજી, વનરાજ રૂપા, પ્રતાપ માવજી, વિજય રૂપા, અનિલ અમરશી અને ભાજપ મહામંત્રી સંજય રૂપાએ નવા ગામતળની જમીન નાયબ કલેકટર જમીન સંપાદન અને પુનઃ વસવાટ સિંચાઈ રાજકોટ હસ્તકની સરકારની જમીનમાં આવેલા પ્લોટ નં 32 થી 39ની જમીન પર ગેરકાયદેસર કબજો કરી જમીન પર મકાનો બનાવી પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી આજ સુધી ગેરકાયદેસર કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જે ફરિયાદને પગલે પોલીસે તુરંત એક્શનમાં આવતા ભાજપ અગ્રણી સહિત 6 ઇસમોને ઝડપી લઈ કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃલેન્ડ ગ્રેબિગ એક્ટ મુજબ અમરેલી જિલ્લા ભાજપના કદાવર નેતા સોજીત્રા સામે થઇ પોલીસ ફરિયાદ

રાજ્યમાં 16 ડિસેમ્બર,2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો

ગુજરાત વિધાનસભાગૃહમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ગેરકાયદેસર જમીન પર કબજો મેળવીને ખોટો જમાવતા ભૂમાફિયા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. જેને સમગ્ર રાજ્યમાં 16 ડિસેમ્બર,2020થી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ 7 વર્ષથી 14 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે, સાત વર્ષથી વધુ હોય તો તેઓને જામીન લાયક પણ રહેતા નથી એટલે આ બિનજામીન લાયક ગુનો ગણવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details