- વાંકાનેરની સુપર માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- કોરોના મહામારી હજુ પણ યથાવત છે
- લોકો નથી સમજી રહ્યાં કોરોનાની ગંભીરતા
વાંકાનેર: કોરોના મહામારી હજુ પણ યથાવત છે. હજુ વેક્સીનેશન પ્રોગ્રામ પણ શરુ થવાનો બાકી છે. આમ છતાં લોકો કોરોના કાળ પૂર્ણ થઈ ગયો હોય તેમ સોશિયલ ડિસટન્સના ધજાગરા કરતા જોવા મળે છે. વાંકાનેરની સુપરમાર્કેટમાં મહિલાઓની ભીડ જોવા મળી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ગતરોજ પાટીદાર સુપરમાર્કેટ ખુલ્લું મુકતાની સાથે જ લોકોની ભીડ જોવા મળી હતી. જેમાં ખરીદી માટે આવેલી મહિલાઓ પૈકી અનેકે માસ્ક પહેર્યા નહતા. તો સુપર માર્કેટમાં પણ ભીડ જોવા મળી હતી અને સોશિયલ ડીસટન્સના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.